નારી સુરક્ષાના નામે રાજકિય તાયફાઓ કરનારાને ખુલ્લા પાડતા પ્રવિણ રાઠોડ, છાસવારે મહિલાઓની હત્યા – છેડતી – બળાત્કારના બનાવો બને છે છતાં ભાજપ સરકાર સબ સલામતના જુઠ્ઠાણા ફેલાવે છે : સરકારની સહાયના નામે અબળાઓને ધક્કા ખવડાવી માનસિક – શારીરિક ત્રાસ અપાઇ રહ્યો છે : હવે હદ થઇ જનતા જાગે : પ્રવિણ રાઠોડનો આક્રોશ


શંખનાદ કાર્યાલય
ગુજરાત સરકાર દ્વારા હાથ ધરાયેલ ‘સુશાસન સપ્તાહ’ રાજકિય તાયફાઓ સમાન ગણાવી અને હકીકતમાં ગુજરાતની નારી આ સરકારના શાસનમાં અસુરક્ષિત – પીડિત અને શોષિત હોવાના આક્ષેપો જિલ્લા કોંગ્રેસના પ્રવીણભાઈ રાઠોડે કર્યા હતા અને ‘નારી સુરક્ષાના નામે’ પ્રજાને ભોળવવાના આ રાજકિય ખેલને ખુલ્લો પાડવા વિપક્ષ આવા પ્રજાહિતના મુદ્દે સતત લડત આપશે તેવું જણાવી જિલ્લા પ્રમુખ પ્રવિણ રાઠોડે ગુજરાત સરકાર પર આક્ષેપોની ઝડી વરસાવતા જણાવેલ કે, ગુજરાતમાં મહિલાઓ ઉપર હુમલા, બળાત્કાર અને મહિલાઓની હત્યાના બનાવો વધ્યા છે. દિકરીઓને નોકરીની લાલચ આપીને બળાત્કાર કરાયાની ઘટનાઓ નોંધાઇ રહી છે.

મહિલાઓને અપાતી વિવિધ સહાયની જાહેરાતો માત્ર કાગળ પર જ હોવાના આક્ષેપો સાથે સરકારની યોજનાઓની લોન, આર્થિક સહાય મેળવવા માટે બહેનોને સરકારી કચેરીના ધક્કાઓ થઇ રહ્યા છે. આ બધુ જ રાજ્યની બહેનો મુંગા મોઢે સહન કરી રહી છે છતાં રાજકિય ઉત્સવોમાં વ્યસ્ત રહેતી આ સરકારને બહેનોની પીડા દુર કરવામાં જરા પણ રસ નથી અને આવા મહામારીના કપરા સમયમાં પણ સ્વપ્રસિધ્ધી માટે રાજકિય તાયફાઓ યોજી પ્રજાને ગુમરાહ કરી રહેલ છે આ સરકાર ‘સબ સલામત’ હોવાના જુઠ્ઠાણાઓ ફેલાવીને લોકોને ગુમરાહ કરી રહી છે તેવો આક્ષેપ પ્રવિણ રાઠોડે કર્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here