ગુજરાતમાં વરસાદથી પાકને ભારે નુકસાન, સરકારે 15 દિવસમાં નુકસાનનો સર્વે કરવાની જાહેરાત કરી, કોંગ્રેસે સરકારની જાહેરાતને છેતરામણી ગણાવી

મિલન કુવાડિયા
રાજ્યમાં ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકનો મોટું નુકસાન થયું છે. પાક નુકસાની મુદ્દે રાજ્ય સરકારે સર્વેની કામગીરી શરૂ કરી છે. 25 જિલ્લાઓમાં પાક અને જમીન નુકસાનીનો સર્વે કરવામાં આવશે. નુકસાની મુદ્દે ઓનલાઇન અરજી પણ સ્વીકારાશે. જિલ્લા કલેક્ટર દ્વારા સર્વે માટે ટીમો બનાવવામાં આવી છે. જે ટીમો દ્વારા સર્વે રિપોર્ટ રાજ્ય સરકારને મોકલવામાં આવશે. રિપોર્ટના આધારે ખેડૂતોને વળતર ચુકવવામાં આવશે. તેવામાં હવે પાક વળતરની જાહેરાતને લઇ કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસે સરકારની જાહેરાતને છેતરામણી ગણાવી છે. ખેડૂતોના પાકને અતિવૃષ્ટીના કારણે થયેલા નુકસાનની કોંગ્રેસ હાલ સમીક્ષા કરી રહી છે.

પાક વળતરની જાહેરાતને લઇ કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસે સરકારે આપેલી જાહેરાતને છેતરામણી ગણાવી હતી. 24 કલાકમાં સર્વે થાય તેવી કોંગ્રેસે માગ કરી છે. પ્રાથમિક સર્વે તલાટી, ગ્રામ સેવક માગ કરે તેવી માગ કોંગ્રેસે કરી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, મુખ્યમંત્રીએ તાત્કાલિક સર્વે કરાવાની જાહેરાત કરી હતી. જ્યારે તેમના કૃષિ મંત્રી ૧૫ દિવસમાં સર્વે કરવાની વાત કરે છે. ત્યારે પાણી ઓસરી જાય પછી સર્વે કરીને શું ફાયદો તેની વાત કરી છે. કોંગ્રેસે ૧૫ દિવસમાં ખેડૂતોને ચુકવણી કરી દેવી જોઈએ તેવી માગ કરી છે. અમિત ચાવડાએ વધુમાં કહ્યું છે કે, ટ્રમ્પ માટે રાતોરાત રસ્તા સ્ટેડિયમ બની જાય તો સર્વેની કામગીરી કેમ ન થાય તેવા પ્રહાર કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here