સફાઈ કર્મીઓને કાયમી કરવાનો મુદ્દો વર્ષોથી ચાલે છે પણ ખબર નહિ કેમ એમનો ઉકેલ આવતો આવતો નથી અગાઉ અનેક વખતો રજૂઆતો થઈ ચૂકી છે પણ સફાઈ કર્મીઓને કાયમી કરવામાં વહીવટ કર્તાઓને ક્યાં ગ્રહો નડે છે ભગવાન જાણે


સલીમ બરફવાળા
સિહોર નગરપાલિકાનો ગેરવહીવટ સતત ચર્ચામાં રહે છે ખાસ કરીને નગરપાલિકામાં સફાઈ કર્મચારીઓને કાયમી કરવાનો મુદ્દો સતત લાઈટલાઈનમાં જોવા મળે છે વર્ષોથી સફાઈ કર્મીઓને કાયમી કરવાના મુદ્દે વિપક્ષે અગાઉ અવાજ ઉઠાવેલો છે જ્યારે દલિત અધિકાર મંચ અને સાથે સિહોર કોંગ્રેસ દ્વારા પણ અનેક વખતો રજૂઆત કરવા છતાં કર્મચારીઓને કાયમી કરવાનો ઉકેલ આવતો નથી વહીવટ કરતાઓને કર્મચારીઓને કાયમી કરવામાં ક્યાં ગ્રહો નડતા હશે તે ભગવાન જાણે પણ દરેક સમસ્યાઓનું સમાધાન હોઈ છે પરંતુ અહીં કર્મચારીઓને કાયમી કરવા માટે વર્ષોથી રજૂઆતો થાય છે આવેદનો અપાઈ છે પણ ઉકેલ આવતો નથી.

હવે આવતીકાલે કોંગ્રેસ સફાઈ કર્મીઓના મુદ્દે રજુઆત કરશે કોંગ્રેસની આજે સવારે આવેલી સોશ્યલ મીડિયાની આવેલી અખબારયાદીમાં જણાવ્યા પ્રમાણે નગરપાલિકા કર્મચારીઓનું શોષણ કરે છે સફાઇકર્મીઓને કાયમી કરવામા આવતા નથી આ મુદ્દે ઘણીવાર કોંગ્રેસ દવારા આવેદનપત્રો,રજુઆતો તેમજ કાયઁક્રમો આપેલા છે પણ નગરપાલિકા ની જાડી ચામડી પર અસર નહિ થવાથી સિહોર કોંગ્રેસ વધુ જોમ સાથે લડી લેવાના મુડમાં છે આવતીકાલે મંગળવારના રોજ સફાઇ કર્મીઓને કાયમી કરવામાં મામલે આવેદનપત્ર આપશે સાથે એક આશ્રયજનક કાર્યક્રમ પણ આપશે જેમાં દરેક કોંગ્રેસી કાર્યકરે ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here