જગતતાત આંદોલનની માંગણીઓ સ્વીકારી ખેડૂતોને ન્યાય આપો, કોંગ્રેસ અગ્રણી જયરાજસિંહની રજુઆત

બ્રિજેશ ગૌસ્વામી
હાલ સમગ્ર ગુજરાતમાં ખેડૂતો દ્વારા સોશિયલ મીડિયા પર જગતતાત ડીજીટલ આંદોલન ચાલી રહ્યું છે. લોકડાઉનના સમયમાં ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા વગર સોશિયલ મીડિયા પર જગતતાત હેશટેગ સાથે પોસ્ટ મૂકી સરકાર સમક્ષ માંગણી રજુ કરી રહ્યા છે. આ ઉપરાંત દર રવિવારે જુદા જુદા જિલ્લાના ખેડૂતો પોતાના ઘરે અથવા ખેતરે સ્વયંભૂ પ્રતીક ઉપવાસ કરી રહ્યા છે.

ત્યારે આ આંદોલનની મુખ્ય ત્રણ માંગણીઓ ખેડૂતોને સંપૂર્ણ દેવામાફી, યોગ્ય પાકવિમાની ચુકવણી અને પાલભાઈ આંબલીયા ને ન્યાય આ તમામ માંગણીઓ તાત્કાલિક ધોરણે સ્વીકારી ખેડૂતોને પોતાના હકની લડાઈમાં ન્યાય આપવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અગ્રણી જયરાજસિંહ મોરી દ્વારા આજરોજ મુખ્યમંત્રીશ્રીને રજુઆત કરવામાં આવી છે અને ખેડૂતોની ત્રણ માંગણીઓ સ્વીકારવાની માંગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here