સિહોર મઢડા અમરગઢ એક એક કેસ નોંધાયો, જિલ્લામાં નોંધાયેલા ૬૬૫ કેસો પૈકી ૪૦૧ દર્દીઓ હાલ સારવાર હેઠળ

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર અને તાલુકામાં ૩ નવા કેસો સાથે જિલ્લામા આજે ૪૦ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૬૬૫ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૪ પુરૂષ અને ૧૦ સ્ત્રી મળી કુલ ૨૪ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા સિહોર ૧ મઢડા ૧ અમરગઢ ૧ સાથે કમળેજ ગામ ખાતે ૧, ફરીયાદકા ગામ ખાતે ૧, તળાજાના મંગેળા ગામ ખાતે ૧, તળાજાના નવા સાંગાણા ગામ ખાતે ૧, મહુવા ખાતે ૩, પાલીતાણાના લાપરીયા ગામ ખાતે ૧, વલ્લભીપુરના મેલાણા ગામ ખાતે ૧, ઉમરાળા ખાતે ૨, ઉમરાળાના ચોગઠ ગામ ખાતે ૧, ઉમરાળાના દડવા ગામ ખાતે ૧ ને કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જ્યારે ૧૩ કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે. હાલ સુધી જિલ્લામાં ૬૬૫ કેસ પૈકી હાલ ૪૦૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૨૪૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૧૪ દર્દીઓનુ અવસાન થયેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here