ચીનના કોરોના વાયરસનો કહેર, અનેક નો ભોગ લઇ ચુકેલો વાયરસ ભારતમાં પ્રવેશ્યો, ચીનમાં ભાવનગરના ૨૯ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

૬ પરત ફર્યા,૧૩ ચીનમાં સલામત, ૧૦ નો હજુ કોઈ સંપર્ક નથી થયો, સર.ટી.હોસ્પિટલ ટ્રોમા સેન્ટર ખાતે ૭૦ બેડનો આઈસોલેશન વોર્ડ તૈયાર, જીલ્લા આરોગ્ય વિભાગ એલર્ટ

સલીમ બરફવાળા
ચીનમાં હાહાકાર મચાવી રહેલો કોરોના વાયરસ ભારતમાં પણ આવી ચુક્યો છે. જયારે ચીનમાં ભારતના ૨૯ જેટલા વિદ્યાર્થીઓ સહીત અન્ય લોકો હોય અને જે પરત આવી રહ્યા હોય કે લાવવામાં આવી રહ્યા હોય ત્યારે આ કોરોના વાયરસ સામે ભાવનગર આરોગ્ય વિભાગ સાબદું બન્યું છે અને ટ્રોમા સેન્ટર સાથે ૭૦ બેડનો ખાસ આઈસોલેશન વોર્ડ અને વેન્ટીલેટર સહીતની સુવિધા ઉભી કરી દેવામાં આવી છે સ્વાઈન ફ્લુ અને કોંગો ફીવરને લઇ ભાવનગર આરોગ્ય વિભાગ ભૂતકાળમાં એલર્ટ રહી ચુક્યું છે.

ત્યારે ફરી ચીન માંથી ભારતમાં પ્રવેશેલો કોરોના વાયરસની ભીતિના પગલે સમગ્ર રાજ્યની સાથે ભાવનગર આરોગ્ય વિભાગ પણ એલર્ટ બન્યું છે. ચીનમાં ભાવનગરના ૨૯ જેટલા વિદ્યાર્થીઓ સહિતના લોકો રહેતા હોય જે પૈકી ૬ વિદ્યાર્થીઓ પરત આવી ચુક્યા છે જયારે ૧૩ હજુ ચીન માં જ છે પરંતુ સુરક્ષિત છે જયારે ૧૦ ની હજુ કોઈ ભાળ કે સંપર્ક થઇ શક્યો નથી અને જેના માટે ભારત સરકાર પ્રયાસો કરી રહી છે ત્યારે ચીન માથીં પરત ફરતા લોકો માટે ભાવનગર સર.ટી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે કોરોના વાયરસના લક્ષણો ધરાવતા દર્દીઓ માટે ખાસ ૭૦ બેડનો આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.

જેમાં વેન્ટીલેટર અને ખાસ ઓક્સીજન અંગેની સુવિધાઓ ઉભી કરી દેવામાં આવી છે જે અંગેની માહિતી જીલ્લા કલેકટરે જણાવી હતી ભાવનગર જીલ્લામાં આવી ચુકેલા ૬ વિદ્યાર્થીઓ હાલ સામાન્ય સ્થિતિમાં છે જયારે તંત્ર દ્વારા આ વિદ્યાર્થીઓ ની કોઈ ઓળખ આપવામાં આવી નથી. જેથી તેના થી લોકો ખોટી રીતે ભયભીત ના બને.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here