મહામારીના એક વર્ષમાં રાજ્યના હજારો કર્મકાંડી બ્રાહ્મણોની આજીવિકા ઉપર પ્રતિકૂળ અસર જોવા મળી

દર્શન જોશી
કોરોના મહામારીના વીતેલા એક વર્ષમાં વેપાર-રોજગાર ઘટતા જનજીવન અસરગસ્ત થયું છે. સામાન્ય વર્ગના હજારો પરિવારોની આવકનું માધ્યમ અને સ્તરમાં બદલાવ જોવા મળ્યો છે. એટલું જ નહીં, કોરોના અને લોકડાઉનના ઊહાપોહ વચ્ચે મહામારીના એક વર્ષમાં ભગવાનને ભજતા ભૂદેવો પણ ભીંસમાં મુકાયા છે.

હાલમાં બીજી લહેરની ભયાનકતા ભલે ઓછી થઈ હોય, પરંતુ પંડિત-પૂજારીઓની આર્થિક સ્થિતિમાં કોઇ સુધારો થયો નથી. જયારે એક વર્ષમાં રાજ્યના હજારો કર્મકાંડી બાહ્મણોની આજીવિકા અસરગસ્ત થઇ છે.ભૂમિ પર દેવનું સ્થાન-બિરૂદ પામેલા કર્મકાંડી બ્રાહ્મણોને ભૂદેવ નામથી સન્માનિત કરવામાં આવ્યા છે.

લગ્ન, મુહૂર્ત, વાસ્તુ પૂજા હોય, ધાર્મિક પર્વો, પ્રસંગો હોય ત્યારે કર્મકાંડી બાહ્મણો દ્વારા વિવિધ ક્રિયા, અનુષ્ઠાન સાથે ભગવાનની આરાધના કરાવવામાં આવે છે. દરેક શુભ કાર્યના આરંભે સમાજના ગૌર મહારાજ, કુળગુરૂની હાજરીનું પણ આગવું મહત્ત્વ છે. આ સાથે જ અશુભ પ્રસંગોમાં ઉત્ત્।રક્રિયાથી માંડીને પિતૃદોષ નિવારણ સહિતની ક્રિયાવિધિ કર્મકાંડી બ્રાહ્મણોની હાજરીમાં કરવાની પરંપરા ચાલી આવે છે.

જોકે, કોરોનાના કપરા કાળમાં વિવિધ નિયંત્રણોને કારણે લગ્ન સહિતના શુભ કાર્યોની સંખ્યા ઘટવાની સાથે જ પૂજા- વિધિ પણ ઘટી છે. જયારે અશુભ પ્રસંગોમાં ઉત્ત્।રક્રિયા, બારમું, તેરમું, નાની શ્રાદ્ઘ, પિતૃકાર્યની ક્રિયા-વિધિ પણઘટી છે. જયારે સામાન્ય દિવસોમાં ચાલતી કથા, રૂદ્રી નિવારણ પૂજા, જપ-તપ, અનુષ્ઠાન, હોમ-હવન ઘટ્યા હોય કર્મકાંડી બ્રાહ્મણો ભીંસમાં મુકાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here