કોરોનાને હરાવવા સાધના દેશને કોરોના મહામારીમાંથી મુક્તિ મળે તે માટે સિહોરની 7 વર્ષની દિકરીએ રોઝૂ રાખ્યું


સંદીપ રાઠોડ
એક તરફ સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. બીજી તરફ પવિત્ર રમજાન મહિનો ચાલી રહ્યો છે. સિહોરની 7 વર્ષની દીકરીએ આજે પહેલું રોઝૂ રાખ્યું છે. તેમજ અલ્લાહ પાસે દુઆ કરી છે કે, દેશમાં જલ્દીથી જલ્દી કોરોના મહામારી દૂર થાય. તેમાંય ગુજરાત માં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. ત્યારે 7 વર્ષની દીકરીએ રોઝૂ રાખી કોરોના નેસ્તનાબૂદ થાય તેવી અલ્લાહ પાસે બંદગી કરી હતી.

ઉનાળાના આકરા તાપ વચ્ચે 7 વર્ષની દીકરી ભારે ગરમીમાં રોઝૂ રાખીને લોકો માટે દુઆ કરી રહી છે. તે જાણીને એટલું ચોક્કસ કહી શકાય કે અત્યારથી જ આ બાળકીમાં સમાજ પ્રત્યેની લાગણી અને પ્રેમભાવનું બીજ રોપાયું છે. જે પણ એક બિરદાવવા લાયક વાત છે. દીકરીએ જણાવ્યું હતું કે, મારૂ નામ ફાતિમા છે. હાલ પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો છે. હું અલ્લાહને એટલી જ બંદગી કરૂ છું કે, કોરોના નામની મહામારી ચાલી જાય.

હાલ રમઝાન મહિનો ચાલી રહ્યો છે. ત્યારે મુસ્લિમ સમાજ સાથે સમાજના લોકો પણ રોઝા રાખી રહ્યાં છે. કોરોના મહામારી વચ્ચે અને ઉનાળાના 40 ડીગ્રી તાપમાનમાં લોકો પોતાના ઈશ્વરની શરણે આવ્યા છે. સિહોર ના લીલાપીર વિસ્તારમાં રહેતા રજાકભાઈ અગવાનની માત્ર 7 વર્ષની દીકરીએ આ વખતે દેશમાંથી કોરોનાની મહામારી દૂર થાય તે માટે રોઝૂ રાખ્યું છે. 7 વર્ષની દીકરી પણ કોરોનાની ઘાતક અસરને સમજી શકે છે તે માટે તેને અલ્લાહ પાસે દુઆ કરી છે કે દેશમાંથી જલ્દી આ કોરોના મહામારી દૂર થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here