કોરોના વાઈરસ અંગે સિહોર તાલુકા હેલ્થ કચેરી દ્રારા જનજાગૃતિ ઝુંબેશ

હરેશ પવાર
વિશ્ર્વભરમાં કોરોના વાઈરસ દ્રારા દહેશતનો માહોલ છે જેમાં આપણે ડરવાની જરૂર નથી જનજાગૃતિ સાવચેતીની જરૂર છે તાલુકા હેલ્થ કચેરી સિહોર દ્રારા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.એ.કે.તાવીયાર ની સુચનાથી તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશભાઈ વકાણીના માર્ગદર્શન હેઠળ પત્રીકા વિતરણ, દરેક શાળામાં હાથ ધોવાની ટેકનીક અને શરદી-તાવ-માથું-શ્વાસ લેવામાં તકલીફ જોવા મળે તો તાત્કાલિક સરકારી હોસ્પિટલ નો સંપર્ક કરી સારવાર મેળવવી સિહોર તાલુકામાં વિદેશથી આવેલ વ્યક્તિ પર દેખરેખ નિયમિત રાખવામાં આવી રહ્યું છે.આ જનજાગૃતિ ઝુંબેશ માં પ્રા.આ.કેન્દ્ર ટાણા,મઢડા,ઉસરડ, સોનગઢ, સણોસરા, અબઁન હેલ્થ સેન્ટર ના મેડીકલ ઓફિસરશ્રીઓ,આશાફેસી,આશાબહેનોની ટીમ કામ કરી રહી છે,તેમ તાલુકા હેલ્થ સુપરવાઈઝર અનિલભાઈ પંડિત દ્રારા જણાવાયું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here