તંત્રએ અસરગ્રસ્તો માટે સુચારૂ વ્યવસ્થા કરવાની તાતી આવશ્યકતા, કોરોનાગ્રસ્ત દર્દીઓને વેઠવી પડતી મુશ્કેલીઓ અંગે મુખ્યમંત્રી સમક્ષ કરાઈ રજૂઆત

દેવરાજ બુધેલીયા
ભાવનગર સહિત સમગ્ર રાજયમાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે, ત્યારે ભાવનગર જિલ્લામાં પ્રતિદિન ૯૦ કરતા વધુ કેસો સરકારી ચોપડે નોંધાય છે. અને મીડિયા દ્વારા જાણકારી મળેલ છે કે, જિલ્લાની સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ હવે જગ્યા રહી નથી.તેના કારણે જિલ્લાના તાલુકામથકોએથી અત્રે આવતા ગરીબ અને મધ્યમવર્ગીય દર્દીઓ અને તેમના સ્વજનોને ભારે હાલાકી વેઠવી પડતી હોય સરકાર દ્વારા જિલ્લાના અન્ય તાલુકા મથકોમાં પણ કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામેલ છે.

કોરોનાકાળના પ્રારંભિક તબબકામાં સરકાર દ્વારા પ્રાઇવેટ હોસ્પિટલમાં સરકારી ક્વોટાની વ્યવસ્થા કરી હતી, જેમાં દર્દીને મફતમાં સારવાર મળતી હતી, જે હાલમાં ઉપલબ્ધ નથી, તેથી સામાન્ય વર્ગના દર્દીઓનેે ના છૂટકે ખાનગી હોસ્પિટલમાં દાખલ થવા મજબુર તેવું પડે છે. જિલ્લાના  કોરોનાગ્રસ્ત દર્દીઓે કે જેને હોસ્પિટલમાં દાખલ થવું પડે તેવી સ્થિતિ હોય તેને ફરજીયાતપણે ભાવનગર જ જવું પડે છે. તાજેતરમાં તળાજા અને મહુવામાં જેમ કોવિડ સ્પેશ્યલ હોસ્પિટલ ચાલુ કરવામાં આવી છે.

તેમ જીલ્લાના બાકી રહેલા દરેક તાલુકાઓમાં અથવા બે તાલુકા વચ્ચે એક કોવિડ હોસ્પિટલ તત્કાલ ધોરણે ઉભી કરવી જોઈએ.  જે માટે તાલુકા કે શહેરના તમામ વિસ્તારોમાં જાહેર કે પ્રાઇવેટ હોલ, સ્કૂલ વગેરે જગ્યાઓ સરળતાથી ઉપલબ્ધ હોય છે. આજની તારીખમાં તમામ હોસ્પિટલો ફૂલ છે ત્યારે બહારગામના દર્દીનેે કઈ હોસ્પિટલમાં લઈ જવા તે બાબતે તેના સ્વજનોને ભારે મૂંઝવણ રહે છે. દૂર દૂરથી આવતા ગંભીર હાલતના દર્દીઓને લઈ ને એક સ્થળેથી બીજે, બીજે સ્થળેથી, ત્રીજી હોસ્પિટલ પર ધક્કા ખાવા પડે છે.

કઈ હોસ્પિટલમાં કેટલા ટકા સરકારી ક્વોટા રિઝર્વ છે, બેડની સંખ્યા કેટલી છે , ક્યાં ક્યાં કેટલી જગ્યા ખાલી છે અને રેડમેસીવર સહિતના ઇન્જેક્શનની ઉપલબ્ધતા અને  ભાવ અંગે જાણકારી મળી રહે તે માટે સ્થાનિક તંત્રવાહકો દ્વારા તમામ હોસ્પિટલનું સ્ટેટસ એડ્રેસ, ફોન નં.વગેરે ઘેરબેઠા પ્રચાર માધ્યમો દ્વારા સૌ કોઈ જાણી શકે તેવી સુચારુ વ્યવસ્થા કરવી જોઈએ. આ ગંભીર બાબતે વલભીપુરના પાટણા (ભાલ)ના જાગૃત નાગરિક ભાવેશભાઈ ગાબાણીએ રાજયના મુખ્યમંત્રી,નાયબ મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here