MSP – વળતર – કેસ સહિતના મુદ્દે વિવાદ સમાપ્ત : સરકાર – કિસાન સંગઠન વચ્ચે સમજૂતી : ૧૧મીથી ખેડૂતોની વાપસી શરૂ : દિલ્હી સરહદેથી તંબુ ઉખેડાવા લાગ્યા : ગત ૨૬ નવેમ્બરથી ચાલતુ હતું આંદોલન

મિલન કુવાડિયા
દિલ્હીની સરહદો પર છેલ્લા ૧૪ મહિનાથી ડટેલા ખેડૂતોએ આંદોલનની સમાપ્તીનું એલાન કર્યુ છે. આજ સાંજથી જ ખેડૂતો પાછા ફરવાનું શરૂ કરશે. સરકાર તરફથી મળેલ નવા પ્રસ્તાવ પર ખેડૂત સંગઠનોમાં સૈદ્ધાંતિક સમજુતિ પહેલા બની ગઇ હતી પરંતુ આજે બપોરે તેના પર લાંબી ચર્ચા બાદ ફેંસલો થયો છે. ટેન્ટ હટવા લાગ્યા છે અને લંગરનો સામાન ટ્રકમાં મુકવામાં આવી રહ્યો છે. ૧૧ ડિસેમ્બરથી ખેડૂતો વાપસી કરશે.આશરે એક વર્ષથી ચાલી રહેલા ખેડૂત આંદોલનનો સુખદ અંત થયો છે.

તેની સાથે જ ખેડૂતોની વાપસીનું પણ એલાન કરવામાં આવ્યું છે તે હેઠળ ૧૧ ડિસેમ્બરથી ચરણબધ્ધ રીતે ખેડૂતોની વાપસી થશે તે હેઠળ દિલ્હી – હરિયાણાની સિંધુ બોર્ડરથી શંભુ બોર્ડર સુધી જુલુસના રૂપે કિસાન દેખાવકારો જશે તે બધાની વચ્ચે કરનાલમાં પડાવ થશે.પ્રદર્શનકારીઓની વાપસી દરમિયાન હરિયાણાના કિસાન પંજાબ જતા ખેડૂતો પર પુષ્પવર્ષા કરશે. તેને ખેડૂત આંદોલન ખત્મ કરવાના એલાન તરીકે જોવાય રહ્યું છે.

ગઇકાલે કેન્દ્ર સરકાર તરફથી એમએસપી, વળતર અને કેસ સહિત અનેક મુદ્દા પર ખેડૂતોની માંગ માન્યા બાદ આ સ્થિતિ બની છે. કિસાન સંગઠનોની પ્રતિનિધિ સંસ્થા સંયુકત કિસાન મોરચાની બેઠકમાં સરકારના નવા પ્રસ્તાવ પર રાજી થવા સંમતિ બની છે. તેની સાથે જ ૧૪ મહિનાથી ચાલી રહેલું ખેડૂતોનું આંદોલન હવે સમાપ્ત થવા થઇ રહ્યું છે. ત્રણ નવા કૃષિ કાયદાની વાપસી, એમએસપી, વિજળી બીલ સહિત અનેક માંગને મનાવ્યા બાદ ખેડૂત ઘર વાપસી કરી રહ્યા છે.

આશરે એક વર્ષથી ત્રણ કૃષિ કાયદા સામે હજારો ખેડૂતો દિલ્હીને ઘેરીને બેઠા હતા અને આંદોલન કરી રહ્યા હતા. જોકે નવેમ્બરે મહિનામાં પીએમ મોદીએ રાષ્ટ્રીય સંબોધનમાં જાહેર કર્યું હતું કે સરકાર ઝૂકી રહી છે, જે બાદ શિયાળુ સત્રમાં બિલ રજૂ કરીને કાયદા રદ્દ કરવામાં આવ્યા. આ સિવાય ખેડૂતોની માંગ અનુસાર MSP પર પણ કમિટીની રચના કરી દેવામાં આવી છે ત્યારે આખરે આ આંદોલનની વિજયી સમાપ્તિ થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here