દેવગાણા ગામની પ્રાથમિક શાળા બાળકોએ શેરીઓ સફાઈ કરી
બ્રિજેશ ગૌસ્વામી
દેવગાણાની જ્ઞાનયજ્ઞ પ્રાથમિક શાળા માં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વછતા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા હતા. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ એ શાળા ની સફાઈ, શેરીની સફાઈ અને ગામની સફાઈ કરી હતી. ત્યારબાદ શાળા ના શિક્ષકો એ સ્વછતા શા માટે જરૂરી છે તેનું મહત્વ સમજાવ્યું હતું. આ કાર્યક્રમ ને સફળ બનાવવા શાળા ના જનરલ સેક્રેટરી વિપુલભાઈ એચ દવે, શાળા ના આચાર્યશ્રી વિપુલભાઈ એલ રમણા, તથા શિક્ષકો અલ્પાબેન ચૌહાણ, સેજલબેન ચૌહાણ, સેજલબેન કાઠીયા, અને પાયલબેન પરમારે ખાસ માર્ગદર્શન પૂરું પડ્યું હતું છેલ્લે વિદ્યાર્થી ઓને મીઠાઈ આપી ને કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો