દેવગાણા ની જ્ઞાનયજ્ઞ પ્રાથમિક શાળા માં શેક્ષણિક પ્રવાસ યોજાયો.
દેવરાજ બુધેલીયા
દેવગાણાની જ્ઞાનયજ્ઞ પ્રાથમિક શાળા માં શેક્ષણિક પ્રવાસ યોજાયો હતો. જેમાં રોહિશાળા, સાળંગપુર, શનિદેવ, કુંડળ અને અયોધ્યાપુરમ જેવા સ્થળો નો સમાવેશ કરાયો હતો. આ કાર્યક્રમ માં શાળા ના પિસ્તાલીસ જેટલાં વિદ્યાર્થી ઓ જોડાયા હતા. શાળા ના જનરલ સેક્રેટરી વિપુલભાઈ એચ દવે ના માર્ગદર્શન હેઠળ શાળાના તથા આચાર્ય વિપુલભાઈ એલ રમણાની જહેમત હેઠળ તથા શાળાના અલ્પાબેન ચૌહાણ, સેજલબેન ચૌહાણ, સેજલબેન કાઠીયા, અને પાયલબેન પરમાર ના સહકાર હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો.
દેવગાણા થી સૌ પ્રથમ રોહિશાળા જ્યાં ખોડિયર માતાના દર્શન કરીને ત્યાંથી સાળંગપુર હનુમાન દાદા ના દર્શન કરીને વિદ્યાર્થી ઓ એ પ્રશાદ લીધો હતો ત્યારબાદ ગૌશાળા ની મુલાકાત લીધી હતી ત્યારપછી થોડી ખરીદી કરીને અમે સૌ શનિ દેવ ના દર્શને ગયા હતા ત્યાં હનુમાનજી ની ખુબજ ઉંચી પ્રતિમા જોઈ ને બાળકો અચરજ પામ્યા હતા. ત્યાંથી કુંડળ સ્વામિનારાયણ ભગવાન ના દર્શન કરી ને બાળકો એ બાલ વાટિકા માં ખુબ આંનદ કર્યો હતો ત્યાંથી સૌ અયોધ્યાપુરમ પહોંચ્યા હતા ત્યાં મહાવીર સ્વામિના દર્શન કર્યા હતા ત્યારબાદ સાંજના સાત વાગ્યે અમે સ્કૂલે પહોંચ્યા હતા આમ ખુબ જ આંનદ સાથે શાળાનો પ્રવાસ કાર્યક્રમ પૂર્ણ થયો હતો.