ડ્રોન દ્વારા જમીન માપણી નો પ્રારંભ, અત્યારસુધી માપણી વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતી હતી, સચોટ અને ઈમેજ પુરાવા સાથે ડ્રોન દ્વારા માપણી હાથ ધરવામાં આવી.

૨૦૦૦ જેટલી મિલકતોની માપણી માટે માત્ર ૫૦ મિનીટ લાગે છે, ગામતળની જમીનોના યોગ્ય પુરાવા હજુ અનેક મિલકત માલિકો પાસે હજુ નથી, સર્વે કરી પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે, સરકારી પડતર પર કબજો જમાવનારની હવે ખૈર નથી.

મિલન કુવાડિયા
ડ્રોન દ્વારા ગામતળના મિલકત ધારકોને જમીનોની સચોટ માપણી કરી ઝડપી પ્રોપર્ટીકાર્ડ ઈસ્યુ કરવાનો પાઈલટ પ્રોજેક્ટ સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. જેમાં હાલ સૌપ્રથમ ભાવનગર, અમદાવાદ, સાબરકાંઠા જીલ્લાના ત્રણ ગામોની પસંદગી કરવામાં આવી છે. જેમાં ભાવનગરના ઘાંઘળી ગામે જમીન દફ્તર વિભાગ દ્વારા ડ્રોનથી જમીન માપણીની કાર્યવાહી હાથ ધરી હતી. વ્યક્તિ દ્વારા જે ગામતળની ૨૦૦૦ પ્રોપર્ટીની માપણી કરવામાં ૪ મહિના જેટલો સમય લાગે ડ્રોન દ્વારા માત્ર ૫૦ મિનીટમાં પૂર્ણ કરવામાં આવી હતી.

રાજ્યસરકાર દ્વારા ગ્રામ્યવિસ્તારોમાં સ્થાવર મિલકતોની ઝડપી અને સચોટ માપણી અને આંકડાકીય અને ઈમેજ સાથેની વિગતો કાયમી ઉપલબ્ધ રહે તે ડ્રોન દ્વારા માપણી હાથ ધરવામાં આવી છે. ગામતળની જમીનોના તેના માલિકો પાસે પૂરતા આધારપુરાવા રહે તે માટે જરૂરી પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કરવાનો પ્રોજેક્ટનો પ્રારંભ સૌપ્રથમ રાજ્યના ત્રણ જીલ્લા ભાવનગર-અમદાવાદ-સાબરકાંઠાના ત્રણ ગામોની પસંદગી કરવામાં આવી હતી. જે અનુસાર ભાવનગરના ઘાંઘળી ગામે ડ્રોન દ્વારા જમીન માપણી કરવામાં આવી હતી.

સામાન્ય રીતે વ્યક્તિઓ દ્વારા જે ગામતળની જમીનોની માપણી કરવામાં ૪ માસ જેટલો સમય લાગે છે તે ડ્રોન દ્વારા માત્ર ૫૦ મીનીટમાં પૂર્ણ કરી શકાય છે. જેથી ઘાંઘળી ગામે ગામતળની ૨૦૦૦ જેટલી પ્રોપર્ટીનું સર્વે કરવામાં આવ્યું હતું. જે આધારે મિલકતોના પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કરી દેવામાં આવશે જેથી પ્રોપર્ટી ધારક તેનો યોગ્ય જગ્યા યોગ્ય સમયે ઉપયોગ કરી શકશે. ડ્રોનને ફોન સાથે જોડી જે માપણી થાય તે તેમાં સંપૂર્ણ ચોકસાઈ રહે છે અને તેની ઈમેજ સ્ટોર રહે છે. જયારે આ ટેકનોલોજીથી જે ડેટાબેઈઝ બનશે તેનાથી ઓફિસમાં બેસીને સિંગલ ક્લિક દ્વારા જળસ્ત્રોતથી શરૂ કરીને ૨૯ પ્રકારનાં સ્તરની જાણકારી મેળવી શકાશે રાજ્ય સરકાર હવે ટેકનોલોજી સાથે આગળ વધી રહી છે.

ગામડાઓમાં હજુ અનેક મિલકતોના આધારપુરાવા તેમના માલિક પાસે નથી જેથી મિલકત ધારકોને આધારપુરાવા રૂપે જરૂરી પ્રોપર્ટી કાર્ડ આપી શકાય તેમજ રાજ્યમાં સરકારી જમીનો પર જમીન માફિયાઓએ જે કબજો જમાવ્યો છે તેની પણ ડ્રોનની મદદથી માપણી કરી જીઓ મેપીંગ પદ્ધતિથી સરકારી જમીનો પર કેટલું દબાણ છે તે અંગે જાણકારી મેળવી દબાણો પણ દુર કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here