માલ ક્યાંથી આવ્યો ક્યાં જતો હતો તપાસનો ધમ-ધમાટ, ઘાંઘળી પાસેથી મધરાત્રીના સમયે મુદ્દામાલ સાથે પિકઅપ મૂકીને ચાલક નાસી ગયો, પોલીસે પોણા છ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો.

દેવરાજ બુધેલીયા
સિહોર નજીકના ઘાંઘળી ગામેથી વિદર્શી દારૂનો જથ્થો મળી આવ્યો છે અને પોલીસે તેને કબ્જે લઈ સઘન તપાસ આદરી છે સિહોર પોલીસ સ્ટાફ ગતરાત્રીના સમયે ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગમા હતો તે દરમિયાન ઘાંઘળીના બસ્ટેન્ડ પાસે રોડ પર શંકાસ્પદ હાલતમાં જોવા મળતા જેની સ્ટાફ દ્વારા તપાસ કરતા જેમાંથી પોલીસને ૧૨૦૦ જેટલી વિદેશી દારૂની મળી આવતા પિકઅપ વાહન સાથે પોલીસે પોણા છ લાખના મુદ્દામાલનો કબ્જો લઈને પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી ચાલક સાથે મૂળ બુટલેગર સુધી પોહચવાની તજવીજ હાથ ધરાઈ છે માલ ક્યાંથી આવ્યો..કોણે મંગાવ્યો..લેનાર અને વેચનાર કોણ તે સમગ્ર બાબતની તપાસ પીએસઆઇ પ્રણવ સોલંકી કરી રહ્યા છે કામગીરીમાં સિહોર પોલીસ સ્ટાફ સાથે જોડાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here