અકસ્માતની મોટી ઘટનાઓ બને છે પછી કોઈ નેતા મીડિયા સામે ગોઠવાઈ મોટી જાહેરાતો કરે છે વાસ્તવિક જમીન સ્તરીય કામો થતા નથી, અકસ્માત માટે સાંકડા નાળાઓ કારણભૂત છે
દેવરાજ બુધેલીયા
રાજ્યમાં જ્યારે પણ કોઈ મોટી દુર્ઘટના સર્જાય ત્યારે સરકાર મોટી મોટી જાહેરાત રૂપે કરોડો રૂપિયા ફાળવીને જાહેરાતો કરે છે પરંતુ જમીન સ્તરીય વાસ્તવિકતા જુદી છે જ્યારે રંઘોળા પાસે મોટી દુર્ઘટના બની ત્યારે રાજ્યના તમામ રોડ રસ્તાઓના નાળા રીપેરીંગ કરવા સરકારે જાહેરાતો કરી હતી પરંતુ એ જાહેરાત કર્યાને સમય ખાસ્સો વીત્યો છતાં આજે પણ મોતની રાહમાં રાજ્યના અનેક અડીખમ નાળાઓ ઉભા છે અને કામો થયા નથી ખાસ કરીને સિહોર નજીકના ઘાંઘળીથી વલભીપુર જવાના માર્ગે પસાર થવું એટલે મોત સામે ઝઝૂમવું બરાબર છે આ હાઇવે પર તૂટેલા નાળાઓને કારણે વારંવાર અકસ્માતો થાય છે વાહનો અથડાવા કરતા ખાળીયામાં ખાબકવાથી વધુ ઇજાઓ તેમજ મોત થાય છે. તસવીરમાં સ્પષ્ટ પણે જોઇ શકાય છે કે, સાંકડાનાળામાંથી પસાર થતાં વાહનો જો ઓવર ટેક કે સામેથી આવતા વાહનોનો ચાલક જો ગફલત ખાય જાય તો અકસ્માત જ થાય તેટલી જગ્યા સાંકડા નાળા ઉપર છે. તેથી અકસ્માતોનું એક કારણ આ સાંકડા નાળાઓ પણ છે.