સિહોર ખાતે ધંધુકામાં થયેલી યુવાનની હત્યા મામલે રેલી : આવેદન : રજુઆત : ઉચ્ચસ્તરીય તપાસની માંગ

વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ સહિત સંગઠનો દ્વારા પ્રાંત અધિકારીને રજૂઆત, સમગ્ર મામલે ન્યાય અપાવવા ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની માંગ, આયોજન પૂર્વક કાવતરું ઘડાયું હોવાના આક્ષેપ :

હરિશ પવાર : બ્રિજેશ ગોસ્વામી
ધંધુકામાં ફાયરિંગ કરીને હત્યા કરવાનો મામલો ગરમાઇ રહ્યો છે પોલીસે હાલ આ મામલે અલગ અલગ ટીમો બનાવી બે આરોપીઓની અટકાયત કરી લીધી છે બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ધંધુકા પોહચ્યા હતા અને ત્યાં પરિવારને મળી બહુ જલ્દી ન્યાય અપાવીશ તેવું તેમણે જણાવ્યું હતું.

માલધારી યુવાન કિશન બોળીયાની જાહેરમાં અસામાજીક તત્ત્વો દ્વારા ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ બનાવને સમગ્ર સિહોર હિંદુ સમાજે વખોડીને વિરોધ દર્શાવ્યો છે.આવા અસામાજિક તત્ત્વોને કડક સજા આપવામાં આવે એવી માંગ સાથે સિહોર વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ દ્વારા પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવાયું હતું. ધંધુકામાં મર્ડરની ઘટનાને લઈ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા કડક કાર્યવાહીની માંગ સાથે આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી.

ધંધુકામાં માલધારી સમાજનાં યુવા આગેવાન કિશન શિવાભાઈ બોળીયા નામના યુવાનની હત્યાનો ભાવનગર જિલ્લામાં પણ પ્રત્યાઘાત પડી રહ્યા છે. સિહોર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિધર્મી યુવાન સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી અને પ્રાંત અધિકારી અને સિહોર પોલીસ સ્ટેશનને આવેદન પાઠવીને કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here