આગેવાનોના ફોન ઉપડે નહિ તો સ્વભાવી સામાન્ય નાના માણસ કે ખેડૂતોની હાલત હું હશે વિચારતા કરી મુકે ને..કોંગ્રેસ આગેવાનોએ કહ્યું આંદોલન કરવું પડશે એમાં નહિ ચાલે

નિલેશ આહીર
આ લાઈટ વિભાગની હાડમારી અને અધિકારીઓની લાલીયાવાડી કોઈ એક ગામમાં છે એવું નથી મોટાભાગે હંધે આ સ્થિતિ છે હાલતો અધિકારીઓ ફોન ઉપાડતા નથી, લોકોના કામો થતા નથી, વીજવાયર તૂટવાની ઘટનાઓ બને છે, રિપેરીંગ કામોમાં જરાય ધ્યાન અપાતું નથી આવું ઘણું ઘણું ધોળા અને આજુબાજુ વિસ્તારમાં બધું હાલે છે એવું કોંગ્રેસે આજે આવેદન આપ્યું કોંગ્રેસના હરીશચંદ્રસિંહ ગોહીલ, ઘનશ્યામભાઇ ખેરાળા, કરણસિંહ ગોહીલ, કિર્તીસિંહ ગોહીલ, સુરેન્દ્રસિંહ ગોહીલ સહિતના આગેવાનોએ એવી રજુઆત કરી કે છેલ્લા ઘણા સમયથી ધોળા જી.ઇ.બી.ની કચેરી અને સ્ટાફ દ્વારા કોઈપણ જાતની ફરિયાદનું નિરાકરણ કરવામાં આવતું નથી.

દિવસે ક્યારેક કોલ સેન્ટર નો ફોન ઉપાડે પણ કોઈ જાતની ફરિયાદનું નિવારણ થતું નથી અને રાત્રે તો ફોન ઉપડતો જ નથી અને જવાબદાર વ્યક્તિ ઓફીસરો ફોન ઉપાડતા જ નથી અને રીપેરીંગ કામમાં જરાય ધ્યાન આપવામાં આવતું નથી છેલ્લા ઘણા વર્ષોથી નાખેલા વીજતાર હવે અવાર નવાર તૂટી જાય છે તેના હિસાબે મોટી દુર્ઘટના થશે તેમજ તેના હિસાબે અવાર નવાર લાંબા સમય સુધી લાઈટ ગામમાં ને ખેતીવાડીમાં કાપ આવે છે તો બધા વાયર જુના બદલવા જરૂરી છે ખાસ બીજું દરેક ગામમાં ને રસ્તે ટ્રી કટિંગ કરવાની ખાસ જરૂર છે.

ક્રોસિંગ જેટલી જગ્યા એ છે તે તાત્કાલિક દૂર કરવા અને ગામમાં વિજવાયરો છે ત્યાં કેબલ નાખીને અવાર નવાર થતા ફોલ્ટ દૂર કરવા પહેલા ના વખતમાં ઉનાળાની સિઝનમાં રીપેરીંગ કરવામાં આવતું અને ટાંચા સાધનો અને વાહન વગર પણ જરૂરી કામ કરતા જેના હિસાબે ચોમાસામાં ફોલ્ટ ઓછા સર્જાતા તો આ બધી ફરિયાદનું તાત્કાલિક નિવારણ નહિ કરવામાં આવે તો ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થશે તેથી અમારે ના છૂટકે આંદોલન કરવું પડશે તેવી ચીમકી કોંગ્રેસ અગ્રણીઓએ ઉચ્ચારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here