ફરી ઘોઘા દરિયાની સુરક્ષા દીવાલ મામલે ધરણા, તાકીદે દીવાલ બને તેવી માંગ સાથે ગ્રામજનો એ કર્યા ધરણા, ૨૦ વર્ષ થી તૂટી ગયેલી આ દીવાલને બનાવવાની માંગ ગ્રામજનો કરી રહ્યા છે.

સલીમ બરફવાળા
કોઈ મોટી તારાજી સર્જાય તે પહેલા દિવાલનું નિર્માણ થાય તે જરૂરી, મંજુરી વગર ધરણા કરી રહેલા ગ્રામજનોની પોલીસે કરી અટકાયત, માલપરે કહ્યું દિવાલ મુદ્દે લડત શરૂ રહેશે

ઘોઘા ખાતે આજે ગ્રામજનો દ્વારા દરિયાના પાણી સામે રક્ષણ આપતી અને ૨૦ વર્ષથી તૂટી ગયેલી સુરક્ષા દીવાલ ને ફરી તાકીદે બનાવી આપવાની માંગ સાથે આજે પ્રતિક ધારણા યોજ્યા હતા. દરિયાકિનારે તૂટી ગયેલી સુરક્ષા દીવાલ પાસે જ યોજેલ પ્રતિક ધરણામાં ઘોઘા તાલુકાપંચાયત પ્રમુખ, સરપંચ સહિતના લોકો, ગ્રામજનો અને આજુબાજુ ગામોના સરપંચો પણ જોડાયા હતા. જયારે પોલીસ દ્વારા મંજુરી વગર ધરણા કરી રહેલા લોકોની અટકાયત કરી હતી. ઘોઘાના દરિયાનું પાણી ને ગામમાં પ્રવેશ સામે રક્ષણ આપતી આ દીવાલ ને ફરી બનાવી આપવા ગ્રામજનો દ્વારા અગાઉ અનેક રજુઆતો કરવામાં આવી હતી.

પરંતુ તેનો કોઈ ઉકેલ ના આવતા આજે ગ્રામજનો દ્વારા દરિયા કાંઠે તૂટી ગયેલી સુરક્ષા દીવાલ નજીક પ્રતિક ધરણા યોજ્યા હતા જેમાં ઘોઘા તાલુકાપંચાયત પ્રમુખ, સરપંચ સહિતના લોકો, ગ્રામજનો અને આજુબાજુ ગામોના સરપંચો પણ જોડાયા હતા. તેઓ દ્વારા આ દીવાલ વહેલી તકે બનાવી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ઘોઘાનો દરિયો અતિ કરંટ ધરાવતો હોય તેમજ અહી હાઈટાઇડ જેવી સ્થિતિમાં અનેક વાર ગામમાં પાણી ઘુસી જવાની ઘટનાઓ બની છે ત્યારે આગામી સમયમાં આવીજ કોઈ કુદરતી આફતમાં પાણીના કહેરમાં ઘોઘા માં તારાજી સર્જાય તે પહેલા જી.એમ.બી દ્વારા આ બાબતે સરકારમાં રજૂઆત કરી દીવાલ ફરી બને તે બાબતે કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી.

જયારે પોલીસે વગર મંજુરી એ ધરણા કરી રહેલા લોકોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે કોઈ મોટી તબાહી સર્જાય નથી પરંતુ કોઈ તબાહી સર્જાય પહેલા આ સુરક્ષા દીવાલ નું નિર્માણ કરવામાં આવે તે જરૂરી છે. જેમાં તમામ વિભાગોએ ખાસ રસ દાખવી આ દીવાલ વહેલી તકે બને તેવા પ્રયાસો હાથ ધરવા જોઈએ અને જેમાં ભાવનગરના દિગ્ગજ નેતાઓ પણ રસ દાખવે તે જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here