કોળિયાક અને ગુંદી ગામની સીમમાં હારજીતની બાજી મંડાઈ હતી, બાઈક રોકડ સહિત અંદાજે ૧,૨૦ લાખનો મુદ્દામાલ કબ્જે

દેવરાજ બુધેલીયા
ઘોઘા તાલુકાના ગુંદી અને કોળિયાક વિસ્તારોમાં પોલીસે બે અલગ અલગ જુગારધામો પર રેડ કરતા પોલીસે ૧૩ શખ્સોને ૧.૨૦ લાખની રકમ સાથે ઝડપી પાડી લોકઅપ હવાલે કરી દીધા હતા જુગારની બે અલગ અલગ રેડોની વિગતો જાણવા મળતી મુજબ અગાઉ સિહોર ફરજ બજાવી ચૂકેલા હાલ ઘોઘા પોલીસમાં ફરજ બજાવતા પીઆર સોલંકી સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન તે વેળાએ બાતમી રાહે બે અલગ અલગ હકીકત મળી કે કોળિયાકના કાળીરામ સિમ અને ગુંદીની સીમના રસ્તે કેટલાક શખ્સો જુગારની બાજી માંડી બેઠા છે.

જે હકીકત આધારે રેડ કરી તપાસ હાથ ધરતા કુંડાળું વળીને જુગાર રમતા (૧) નિતેષભાઈ ડાભી, (૨) પરેશભાઈ કંટારીયા (૩) રાજેશભાઇ જેઠવા, (૪) હરેશભાઈ જેઠવા, (૫)તુલસીભાઈ જેઠવા, (૬) અરવિંદભાઈ જેઠવા, (૭) મેહુલભાઈ ગઢાદ્રા, (૮) રણજિત મોભ, (૯) હિંમતભાઈ જેઠવા, (૧૦) ધીરૂભાઈ સોલંકી, (૧૧) પરશોતમભાઈ પરમાર, (૧૨) રોહીતભાઈ પરમાર, (૧૩) દશરથભાઈ પરમાર સહિતના બન્ને અલગ અલગ રેડમાં મળી આવતા રંગે હાથ ઝડપી પાડી શખ્સોના કબ્જા માંથી રોકડ મોટર સાઇકલ જુગારધારાનું સાહિત્ય મળી અંદાજે ૧,૨૦ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ ઘોઘા પોલીસે તમામ વિરોધ જુગારધારા તળે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here