રાજયમંત્રી વિભાવરીબેન દવે તેમજ સાંસદસભ્ય ડો.ભારતીબેન શિયાળ, એસ.પી.સીસોદીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે

હરેશ પવાર
આવતીકાલે તા.૦૭/૦૮/ર૦૨૦ને શુક્રવારે સવારે ૧૦.૦૦ કલાકે ઘોઘા તાલુકાના સમઢીયાળા ગામે આવેલ ગૌ-શાળા ખાતે જિલ્લા કક્ષાનો ૭૧મો વન મહોત્સવ ઉજવણી કાર્યક્રમ યોજાનાર છે. જેમાં કાર્યક્રમનાં મુખ્ય મહેમાન રાજયમંત્રી વિભાવરીબેન દવે તેમજ સાંસદસભ્ય ડો.ભારતીબેન શિયાળ, અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી એસ.પી.સીસોદીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં અંતર્ગત ભારતના નાગરીક તરીકે વૃક્ષારો૫ણ કાર્યક્રમમાં સહભાગી બની લોકોમાં વૃક્ષ પ્રેમ વઘે તે માટેના વન વિભાગ-ગુજરાત રાજયના આ પ્રયાસોમાં સહકાર આ૫વા હાર્દિક અપીલ કરાઈ છે. તેમજ વન મહોત્સવનો અન્ય એક કાર્યક્રમ તા. ૦૬/૦૮/ર૦૨૦ને ગુરૂવાર સવારે ૧૦.૦૦ કલાકે અકવાડા તળાવ ખાતે માનનીય મેયર શ્રી મનહરભાઇ મોરી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન શ્રી યુવરાજસિંહ ગોહિલ અને ડેપ્યુટી મેયર શ્રી અશોકભાઇ બારૈયાના હસ્તે મહાનગરપાલીકા કક્ષાનો વન મહોત્સવનો કાર્યક્રમ રાખેલ છે.

જેમાં વન વિભાગના ડો. ઘીરજ મિત્તલ ,નાયબ વન સંરક્ષક, જૂનાગઢ ખાસ ઉ૫સ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ૫ણ જાહેર જનતાએ હાજરી આપી વૃક્ષારો૫ણ કરી આ૫ણા ગ્રહને લીલોછમ બનાવવાના કાર્યમાં ભાગીદાર બની લોકોમાં જાગૃતિ ફેલાવવા સહકાર આ૫વા હાર્દીક અપીલ કરાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here