જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં, કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં મળી બેઠક

સલીમ બરફવાળા
પ્રજાસત્તાક દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી ઘોઘા ખાતે કરવામાં આવશે. આ અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાએ વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમને સુપેરે યોજવા માટે જવાબદારી સોંપી જરૂરી સુચન તેમજ માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું. કલેક્ટરશ્રીએ સરકારી કામગીરીમાં તેમજ રાષ્ટ્રીય સ્તરે વિશેષ સિદ્ધી હાંસલ કરનારને સન્માનિત કરવા, આકર્ષક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવા,પરેડ માર્ચ, ઘોઘા ખાતેની તમામ કચેરીઓ તેમજ સમગ્ર ગામને ખાસ ઝુંબેશના ભાગરૂપે કામગીરી હાથ ધરી સ્વચ્છ કરવા, વીજ પુરવઠાની વૈકલ્પિક વ્યવસ્થા કરવી વગેરે જેવી બબતોની સુચારૂ વ્યવસ્થા કરવા ઉપસ્થિત અધિકારીશ્રીઓને સુચન કર્યુ હતુ.

તેમજ પર્વની ઉજવણીમાં યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમમાં સામાન્ય વિદ્યાર્થીઓ દ્વારા પરિધાન પર કરવામા આવેલ ખર્ચ સૌ સથે મળી વહેચીએ તે બાબતનો માનવીય અભિગમ દાખવતો પ્રસ્તાવ પણ રજૂ કર્યો હતો. કલેક્ટરશ્રીએ વિવિધ વિભાગોને ટેબ્લો રજૂ કરવા સૂચના આપી હતી તેમજ રાષ્ટ્રીય પર્વની ઉજવણીની સાથે વૃક્ષારોપણ, બ્લડ ડોનેશન કેમ્પ જેવી સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવા સંબંધિત અધિકારીઓ નિર્દેશ આપ્યો હતો. વધુમા તેમણે ઉમેર્યુ હતુ કે રાષ્ટ્રીય પર્વની ઉજવણીની પરંપરા મુજબ સ્વાતંત્ર્ય સેનાની અને વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર મહાનુભાવોને સન્માનિત કરવામાં આવશે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here