ઘોઘા તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવાની માંગ, અતિવૃષ્ટિ ના કારણે આ તાલુકામાં પણ થયું છે ખેતીને ભારે નુકશાન, કપાસ-મગફળી-મગ જેવા પાકો ને ભારે નુકશાની જોવા મળી રહી છે.

સરકાર દ્વારા સર્વે બાદ ભાવનગરના ઉમરાળા-મહુવા અને ભાવનગર તાલુકાનો સહાયમાં સમાવેશ, ઘોઘા તાલુકાને પણ અતિવૃષ્ટિ માં અસરગ્રસ્ત જાહેર કરી સહાય આપવા ખેડૂતો ની માંગ.

સલીમ બરફવાળા
રાજ્યભરમાં આ વર્ષે ચોમાસા દરમ્યાન અતિ સારો કહી શકાય તેવો વરસાદ વરસ્યો હતો. અતિ વરસાદને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ નિર્માણ થઇ હતી. અતિ વરસાદમાં ખેતરોમાં પાકને ભારે નુકશાન થવા પામ્યું છે.જેથી રાજ્ય સરકાર દ્વારા સર્વે કરી ખેડૂતોને સહાય ચુકવવાના ખાસ પેકેજ ની પણ જાહેરાત કરી દેવામાં આવી છે ત્યારે ભાવનગર જીલ્લાના ૩ તાલુકાનો અતિવૃષ્ટિ અંગેની સહાયમાં સમાવેશ કરવામાં આવ્યો છે જયારે ઘોઘા તાલુકામાં પણ ૧૬૦ % વરસાદ વરસ્યો હોય અને ખેતીને ભારે નુકશાન થયું હોય છતાં તેનો સમાવેશ ના કરવામાં આવતા ખેડૂતો દ્વારા ઘોઘા તાલુકાના ખેડૂતોને સહાય આપવાની માંગ કરવામાં આવી છે .રાજ્યસરકાર દ્વારા અતિવૃષ્ટિ ને લઇ ખેડૂતો માટે ૩૭૦૦ કરોડ જેટલું ખાસ પેકેજ મંજુર કરવામાં આવ્યું છે.

જેમાં ભાવનગર જીલ્લાના ભાવનગર-ઉમરાળા અને વલ્લભીપુર તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાવનગર જીલ્લાના ૧૦ તાલુકાઓમાં સરેરાશ ૧૦૦% કરતા વધુ વરસાદ અને પાંચ જિલ્લાઓમાં ૧૫૦% કરતા વધુ વરસાદ ના આંકડા નોંધાયા છે અને અતિવૃષ્ટિ જેવા માહોલમાં ખેતીના ઉભા પાકને ખુબ જ નુકશાન થવા પામ્યું હતું. જેને લઇ રાજ્યસરકાર દ્વારા ખેડૂતો ને વળતર આપવા નુકશાની નો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને જેના આંકડા અનુસાર સરકારે ખેડૂતો ને વળતર આપવાની જાહેરાત કરી તેમજ પાકવીમો ધરાવતા ખેડૂતો ને પણ તેમને પાક વીમા નું પુરતું વળતર મળશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે ત્યારે ભાવનગર ના ઘોઘા તાલુકાના ખેડૂતો રોષે ભરાયા છે.

ઘોઘા તાલુકામાં પણ ૫૩ ઇંચ જેટલો વરસાદ ચાલુ સિઝનમાં નોંધાયો છે જે વરસાદ નો આંક સીઝનનો ૧૬૦% જેટલો છે. આ વરસાદે ઘોઘા પંથકના ખેતરોમાં પણ તારાજી રાજી છે . પાણી ભરાય રહેતા અને અતિ વરસાદ ને કારણે મૌલાતો સડી જવી. પીળી પડી જવી, ઉભો પાક ખરી જવો,પાકમાં ફાલ ના આવવો જેવી સમસ્યા ઓ સર્જાય હતી. જેથી આ વિસ્તારના ખેડૂતો ને પણ ભારે આર્થિક નુકશાન વેઠવું પડ્યું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા જે ખાસ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેમાં ભાવનગરના ત્રણ તાલુકાની સાથે ઘોઘા તાલુકાનો પણ સમાવેશ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here