અવાર નવાર પાવરના ધાંધિયા હોય ત્યારે લોકોની રજૂઆત કાને ધરવામાં આવતી નથી, આમ આદમી પાર્ટીએ કહ્યું તાકીદે ઉકેલ લાવો

નિલેશ આહીર
ધોળા ખાતે આજે આમ આદમી પાર્ટી દ્વારા લાઈટ વિભાગમાં આવેદન આપીને રજુઆત કરવામાં આવી છે આજે આમ આદમી પાર્ટી ઉમરાળા તાલુકા દ્વારા પીજીવીસીએલ કચેરી ધોળા ખાતે અવાર નવાર વિજ ધાંધીયાથી ઉમરાળા તાલુકાની પ્રજાને જે હાલાકી થઈ રહી છે તેના અનુસંધાને આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે કચેરીએ જઈને જવાબદાર અધિકારીને રજુઆત કરી અને વહેલી તકે વીજ પુરવઠો કાર્યરત કરવા અને નિયમિત રહે અને લોકોની સમસ્યાનું જલ્દી નિરાકારણ આવે તેવી રજુઆત કરી હતી આવી સમસ્યા આગામી દિવસોમાં સાલું રહેશે તો આમ આદમી પાર્ટી ગુજરાતના ઉપાધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલીયાના નેતૃત્વ નીચે આપના ઉમરાળા તાલુકા પ્રભારી ભરતભાઈ ડાંગર અને પ્રમુખ અજયભાઈ ખાખડીયા દ્વારા જણાવાયું કે આગામી દિવસોમાં લોક શાહી ઢબે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here