ધોળા ખાતે સ્વ જીતેશભાઈ કુવાડિયાની પુણ્યતિથિ નિમિતે સોમવારે રક્તદાન કેમ્પનું આયોજન, સૌ સમાજના લોકોને જોડાવવા અનુરોધ

બ્રિજેશ ગૌસ્વામી
ધોળા ખાતે સ્વ જીતેશભાઈ કુવાડિયાની બીજી પુણ્યતિથિ નિમિતે આવતા સોમવારે રક્તદાન કેમ્પનું ધોળાના માર્કેટિંગ યાર્ડ ખાતે કરવામાં આવ્યું છે જેમાં સૌ સમાજના લોકોને જોડાવવા અનુરોધ આહીર યુવા સંગઠન દ્વારા કરવામાં આવ્યો છે આહીર સમાજના તરવરિયા અને સદા સમાજસેવા માટે તત્પર યુવાન સ્વ. જીતેશભાઇ ભગવાનભાઇ કુવાડિયા મું.ધોળાની બીજી પુણ્યતિથિ નિમિતે તેમના પરિવાર અને આહીર યુવા સંગઠન ના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે.

જેમાં સર્વે વડીલો યુવાન મિત્રો ને રક્તદાન કેમ્પ માં જોડાઈને રક્તદાન કરવા અપીલ છે હાલની વિકટ પરિસ્થિતિ માં રક્તનું દાન ખુબ જરૂરિયાત હોય આપણે આપણું રક્ત આપી દર્દી નારાયણના દુઃખ માં સહભાગી બનીયે સ્વ જીતેશભાઈની પુણ્યતિથિ નિમિતે આહીર યુવા સંગઠન આયોજિત કેમ્પ ધોળા ગામે તા.૩/૮/૨૦૨૦ અને સોમવારના માર્કેટિંગ યાર્ડ ખાતે સવારના ૯ થી બપોરના ૨ સુધી આયોજન કરાયું છે સૌ કેમ્પમાં સહયોગ આપી રક્તનું દાન કરવા અનુરોધ કરાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here