વિવિધ પ્રકારની કુદરતી આફતોથી ખેત પાકોને થતાં નુકશાન સામે ખેડૂતોને વિનામૂલ્યે વીમા સુરક્ષા છત્ર આપવાની ગુજરાત સરકારની અનોખી પહેલ

મિલન કુવાડિયા
રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તેમજ ધોળા ખાતે આયોજિત ખેડૂત સભામાં દેશમાં ખેડૂત કલ્યાણની નવી દિશા ચીંધનારી મુખ્યમંત્રીશ્રી કિસાન સહાય યોજનાનો જિલ્લામાં અમલીકરણનો પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યમંત્રીશ્રી દ્વારા આ સભામાં રાજ્ય સરકારની ખેડૂત કલ્યાણ માટેની સાત યોજનાઓ અને તેના હેઠળ મળવાપાત્ર લાભોની વિગતવાર માહિતી ઉપસ્થિત ખેડૂતોને આપવામાં આવી હતી.વીમા કંપનીઓની પ્રોફેશનલ નીતિઓને લીધે રાજ્યના ખેડૂતોને પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનો લાભ ધરાતલ પર ન મળી શક્યો. પરંતુ રાજ્ય સરકારે હાર માન્યા વગર તેના વિકલ્પે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના વર્તમાન ખરીફ મોસમમાં અમલમાં મૂકી છે.

જેનો ઉલ્લેખ કરતાં રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આ યોજના ખૂબ જ પારદર્શક, સરળ અને ઝડપી સહાય યોજના છે જેનો લાભ રાજ્યના ખેડૂત ખાતેદારોને એક પણ રૂપિયાનું પ્રીમિયમ ભર્યા વગર મળે એ એની આગવી ખાસિયત છે. રાજ્યના ખેતરોને નર્મદા જળથી સિંચવાના વ્યાપક આયોજનથી લઇ શૂન્ય વ્યાજ દરે ધિરાણ સુધીની ખેડૂત કલ્યાણ યોજનાઓની તેમણે વિગતવાર જાણકારી આપતા જણાવ્યું કે ગુજરાતનો વાર્ષિક કૃષિ વિકાસ દર હાલમાં દેશમાં સહુ થી વધુ ૯.૩ ટકા જેટલો છે અને ગુજરાતમાં વાર્ષિક ૧ લાખ ૭૦ હજાર કરોડ જેટલું કૃષિ અને ખેત ઉત્પાદન થાય છે તેવું જણાવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here