ધોળા પીજીવીસીએલ કચેરી ખાતે કોંગ્રેસ આગેવાનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

નિલેશ આહીર
ઉમરાળાના ધોળા જી.ઈ.બી. કચેરી ખાતે રામણકા,અલ્મપર, સહિતના ગામોના આગેવાનો અને ખેડૂતો દ્વારા ધોળા ઑફિસ દ્વારા બાકી રીપેરીંગ કામગીરીની વિગતવાર માહિતી સાથે ફોલ્ટ વાળા સ્થળના નામ સાથે જગ્યાની વિગતો આપી તાત્કાલિક ફોલ્ટનું રીપેરીંગ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવેલ અને જીઈબી સ્ટાફની ઘટ હોવાના હિસાબે આગેવાનો દ્વારા 3 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવેલ પણ ડેપ્યુટી ઇજનેર રાઠવા દ્વારા 8 દિવસનો સમય માંગવામાં આવેલ તે આગેવાનો દ્વારા સ્વીકારેલ અને આવતા શુક્રવાર સુધીમાં ગામનું બાકી રીપેરીંગ કામ સંપૂર્ણ રીપેર નહિ થાય તો આગેવાનો દ્વારા આંદોલન કરવાનું અલટીમેટમ ચીમકી આપેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here