ધોળામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા શસ્ત્રપૂજન સાથે વિજ્યાદશમીની ઉજવણી


દેવરાજ બુધેલીયા
સમગ્ર જિલ્લામાં અધર્મ પર ધર્મનાં વિજયનો દશેરા પર્વ આજે ઠેર-ઠેર શસ્ત્રપુજન સાથે ઉલ્લાસભેર ઉજવાયો હતો. કોરોના મહામારી વચ્ચે રાવણદહનનાં કાર્યક્રમો મોકૂફ રખાયા હતા, પણ પોલીસ તંત્ર ઉપરાંત વિવિધ સામાજિક અને ધાર્મિક સંગઠનો દ્વારા પરંપરાગત રીતે શસ્ત્રોની પુજાવિધી સાથે વિજ્યાદશમીની ઉજવણી કરાઈ હતી ત્યારે ધોળા ખાતે દશેરા નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા હનુમાન ચાલીસા પાઠ તેમજ શસ્ત્રપૂજન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં આગેવાનોની હાજરીમાં પરંપરાગત શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here