સવંત ૨૦૭૭ નું વર્ષ શુકનવંતુ નીવડવાની આશા, દિવાળીની રાત સુધી ધૂમ ખરીદી, આજે લાભપાંચમથી ફરી બજારો ધમધમતી થઈ, શાળાઓ ખૂલતી  હોવાથી સુરતથી કારીગરોએ વતનમાં આવવાનું ટાળ્યુ 


દેવરાજ બુધેલીયા
સવંત ર૦૭૬ નું વર્ષ કોરોનાને કારણે આર્થિક અને સામાજિક રીતે ચડતી પડતીનું રહયા બાદ ર૦૭૭ નાં વર્ષેનાં આરંભે હીરાની બજારમાં આશાવાદ સાથે તેજીનો સંચાર જોવા મળી રહયો છે સૌરાષ્ટ્રની હીરા બજારમાં દિવાળીનાં તહેવારો પર ધૂમ ખરીદી અને કામકાજ થતા રત્નકલાકારોનાં ચહેરા પર ચમક જોવા મળી રહી છે. ગત વર્ષમાં નવેક મહિના કોરોનાની આપતીનાં રહયા તેમાં રત્નકલાકારોને ઘણું સહન કરવુ પડયુ છે. લોકડાઉન પહેલા પરિવાર સાથે સુરતથી વતનમાં આવી ગયા હતા ફરી આંતરિક જિલ્લા ફેરની છૂટ મળતા હજારો રત્નકલાકારો ફરી સુરત ગયા હતા.

આમ વર્ષમાં ત્રણેક વાર સુરતનાં ધકકા થયા બાદ હવે દિવાળીનાં તહેવારોમાં મોટાભાગનાં રત્નકલાકારોએ આ વર્ષે ટુંકુ વેકેશન અને દિવાળી બાદ ર૩ નવેમ્બરથી શાળાઓ ખુલી રહી હોવાથી વતન સોૈરાષ્ટ્રમાં આવવાનું ટાળ્યુ છે. પરિવાર સાથે સુરતમાં રહીને જ દિવાળી મનાવવાનુ મુનાસીબ માન્યુ છે. હીરા બજારનાં મુખ્ય કેન્દ્રો એવા ભાવનગર સહિત જસદણ, બાબરા, ગઢડા, અમરેલી, લાઠી અને બગસરા સહિતનાં શહેરોમાં હીરા બજારમાં તેજીને કારણે ગામની બજારોમાં આ વર્ષે રોનક જોવા મળી હતી. લાખો કારીગરોની દિવાળી સુધરી ગઈ છે નવુ વર્ષ સારુ જશે તેવી આશા સાથે આજે લાભપાંચમથી કારખાનાઓ ફરી ધમધમતા થયા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here