ખેડૂતોની મહેનત એળે જવાની અને ખર્ચાઓ માથે પડે તેવી શકયતા, હવે જો કુદરત મહેરબાન નહિ થાય તો જગતના તાત ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવશે

બ્રિજેશ ગોસ્વામી
દિહોર ગામ તેમજ આજુબાજુના ચુડી,હમીરપરા,બેલા,બાબરિયાત,નેશીયા,ભદ્રાવળ,નેસવડ,મામસી વગેેરે ગામોમાં રાજાધિરાજ મેઘરાજાએ વિરામ લેતા મગફળી અને બાજરીનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. દિહોર સહિત આસપાસના ઉપરોકત ગ્રામ્ય વિસ્તારોમાં તાજેતરમાં વાવણી બાદ માત્ર એક જ વાર સારો વરસાદ પડયો છે ત્યાર બાદ વીશેક દિવસથી માત્ર ઝરમર ઝાપટા જ પડે છે.આથી આ પંથકના વાડી ખેતરોમાં મોલ મુરજાવા લાગ્યો છે. હળવી, રેતાળ જમીનમાં પાક લગભગ સાવ સુકાઈ ગયો છે. મગફળી, જુવાર, કપાસ, બાજરીના પાકને સામાન્ય રીતે વધારે પ્રમાણમાં વરસાદની તાતી આવશ્યકતા રહેતી હોય છે.

જયારે હાલ મગફળીને સૂયા અને મરીયા બેસવાનો સમય ગણાય છે.ત્યારેે આ સમયગાળામાં જ પૂરતા પ્રમાણમાં વરસાદ આવ્યો નહિ એટલે સૂયા પુરતા પ્રમાણમાં બેસે નહિ આથી મગફળીનો પૂરતો ઉતારો આવ્યો નથી તેના પરિણામે ઉત્પાદન ઘટવાની આશંકા જન્મી છે. ખેડૂતોને મોંઘા ખાતર,બિયારણ અને મજુરી વ.નું પુરતુ વળતર મળે નહિ એ જ રીતે બાજરીના પાકને પૂરતો વરસાદ ન હોય તો પૂરતી સંખ્યામાં કુટ કે કુંપળ ન આવે એટલે પાંચ સાત ડૂંડાને બદલે એક એક ડૂંડૂં જ નિકળે જેથી ઉત્પાદન ઘટે,આવી જ રીતે અન્ય મોલ પણ વરસાદના વાંકે પુરતા પ્રમાણમાં વિકસે નહિ એટલે ખેડૂતોને તેમની ભારે મહેનત કે કરેલા ખર્ચનું પૂરેપુરુ વળતર મળશે નહિ તેવી શકયતા જણાય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here