– મિલન કુવાડિયા
– નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ દિલ્હીમાં પ્રદર્શને રવિવારે હિંસક રૂપ ધારણ કર્યું છે. પ્રદર્શનકારીઓએ સાઉથ દિલ્હીના ન્યૂ ફ્રેંડ્સ કોલોનીમાં જોરદાર ઉગ્ર વિરોધ કર્યો. 3 બસ, કેટલીક કાર અને મોટર સાઇકલને આગ ચાંપવામાં આવી. રાજધાનીમાં થયેલ હિંસા પર હવે રાજનીતિ ગરમાઈ છે.
મીડિયા રિપોર્ટસ મુજબ નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ રવિવારનાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓએ જામિયાનગરથી ઓખલા તરફ માર્ચ નીકાળી. ઉલ્લેખનીય છે કે પ્રદર્શનકારીઓમાં જામિયા મિલિયા ઇસ્લામિયા યૂનિવર્સિટીનાં સ્ટૂડન્ટ્સ પણ સામેલ હતા. આ દરમિયાન પોલીસની સાથે તેમની ઝપાઝપી પણ થઈ, ત્યારબાદ કેટલાક પ્રદર્શનકારીઓ ઉગ્ર થયા અને બસ, કાર અને મોટર સાઇકલને આગ લગાવી દીધી.
પોલીસે વળતી કાર્યવાહી કરતા આંસૂ ગેસનાં ગોળા છોડ્યા અને લાઠીચાર્જ કર્યો. સૂત્રો મુજબ વિદ્યાર્થીઓને લાઇબ્રેરીની અંદરથી બહાર લઈ જવામાં આવ્યા છે. બધા સુરક્ષિત છે. આ સાથે તેમને પોલીસ કાર્યવાહીની નિંદા પણ કરી. જ્યારે બીજી તરફ દિલ્હી પોલીસના ડીસીપી ચિન્મય બિસ્વાલે કહ્યું કે આજે બપોરે પ્રદર્શનકારીઓએ ડીટીસી બસોમાં તોડફોડ કરી, મોટર સાઇકલોને આગ લગાવી. પોલીસ પર પથ્થરમારો પણ કર્યો. જોકે પોલીસે અત્યાર સુધી એક પણ ગોળી નહીં ચલાવી. પોલીસના 6 લોકો ઘાયલ થયા છે.