આજે રમા એકાદશી, ઉત્સાહનો માહૌલ, કોરોનાને ધ્યાને લઈ આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલો ચાલુ રહેશે, કારખાના લાભપાંચમ સુધી બંધ,


હરેશ પવાર
આજથી સિહોર સાથે જિલ્લામાં પરંપરાગત રીતે દિપાવલિ પર્વશ્રુંખલાનો મંગલમય પ્રારંભ થયો છે આ ઉત્સાહવર્ધક ઉત્સવ ને વધાવવા પ્રવર્તમાન સ્થિતિમાં સ્વાસ્થ્યની કાળજી લઈને ખરીદી અને ઉજવણી માટે લોકોની તૈયારી અંતિમ તબક્કામાં પહોંચી છે. પર્વ નિમિત્તે માર્કેટયાર્ડ, કારખાનાઓ તેમજ મોટાભાગની દુકાનો પણ પાંચેક દિવસ માટે બંધ રહેશે. કારખાનાઓમાં શનિવારથી અને માર્કેટયાર્ડમાં શુક્રવારથી રજા રહેશે.

આવતીકાલે રમા એકાદશી બાદ વાઘબારસ, કાળી ચૌદશ, દિવાળી, બેસતુ વર્ષ, ભાઈબીજ, લાભ પાંચમ એમ તહેવારોનો સિલસિલો જારી રહેશે સાથે પર્વોત્સાહ અને રજાના માહૌલ સર્જાશે. જો કે આ વખતે મોટાભાગના લોકોએ રજા ઘરે રહીને જ ગાળવા તથા ફટાકડાને બદલે દિવાળી આકર્ષક રંગોળી ,સુશોભન કરીને,  ઘરે દિવડાં પ્રગટાવીને , પરિવારજનો સાથે પ્રેમપૂર્વક સમય  ફાળવીને, ઉજવવા લોકોએ મન બનાવ્યુ છે. આજથી દિવડાંઓ અને રોશનીનો ઝળહળાટ જોવા મળશે. સરકારી કચેરીઓ, બેન્કોમાં પણ દિવાળી, રવિવાર, ભાઈબીજની રજા આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here