સૂકા મેવાના ભાવમાં ૧૦થી ૧પ ટકાનો ઘટાડો, લોકડાઉનમાં આવી જતા સૂકા મેવાની ખપત થઈ નથી પરિણામે સ્ટોક પડયો છે

બ્રિજેશ ગૌસ્વામી
કોરોના મહામારી અને લોકડાઉને ડ્રાયફુટ બજારની દિવાળીને ભારે અસર પહોંચાડી છે. ગતવર્ષનો જુનો સ્ટોક હજી પડયો છે અને રમજાન મહિનો લોકડાઉનમાં આવી જતા સ્ટોક કરાયેલો માલ વેચાતો નથી ડ્રાયફુટના જથ્થા બંધના ભાવોમાં ૧૦થી ૧૫ ટકા ઘટાડો થયો છે.આ વખતે વ્યવસાયિક ભેટોના ઓર્ડરો ખાસ આવ્યા જ નથી. આ વરસે દિવાળીના તહેવારોમાં કોર્પોરેટ ગિફટીંગની ઘરાકી ૬૦ થી ૬૫ ટકા ઓછી રહેશે એવી શક્યતા દર્શાવાઈ છે. જોકે આ વરસે અન્ય મીઠાઈ કરતા સુકો મેવો સસ્તો છે અને પ્રજા પણ ઉત્સવ પ્રિય છે.

આથી જો દિવાળી પુર્વે ઘરાકી સારી નીકળે એવી આશા રખાય છે. ઉપરાંત કોરોનાએ આર્થિક મંદીમાં વધારો કર્યો છે તો ઘણા ખાનગી કર્મચારીઓની નોકરીથી હાથ ધોવા પડયા છે. તો અમુક કર્મચારીઓના પગારમાં કાપ છે ત્યારે બોનસની તો અપેક્ષા ન જ રખાય તેની અસર બજાર પર દેખાશે. દિવાળીના દિવસો પુર્વે છુટક સુકામેવાની ઘરાકી નીકળે એવી ધારણા છે. જોકે આ વરસે વ્યવસાયિક પ્રતિષ્ઠાનો દ્વારા મળતા સુકામેવાના ગીફટ પેકેટમાં કોઈ નવીનતા જોવા નથી મળતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here