સિહોર પીઆઇ કે.ડી ગોહિલ દ્વારા નગરજનોને વધુ એક અનુરોધ, અમારો સ્ટાફ સતત બંદોબસ્તમાં છે, ફટાકડાના સ્ટોલો પર સોશિયલ ડિસ્ટન્સ ફરજીયાત રાખવા વેપારીઓને સુચન : લોકોને પણ ગીર્દી નહિ કરવા, અલગ-અલગ સમયે ખરીદી કરવા અનુરોધ : દિવાળી તહેવારની શુભકામના આપવા સાથે મહત્વના સુચનો કર્યા

મિલન કુવાડિયા
કોરોનાની મહામારીને ધ્યાને રાખી આ વખતે અનેક રાજ્યોમાં ફટાકડા ફોડવા માટે નિયમ મુજબ સમય નક્કી કરાયો છે ત્યારે પોલીસ અધિકારી પીઆઇ કે.ડી ગોહિલે સિહોર વાસીઓને દિવાળી-નૂતનવર્ષના તહેવારની શુભેચ્છાઓ આપી છે. તેમજ સાથો સાથ તહેવારની ઉજવણીમાં કાયદા-નિયમો-જાહેરનામાનું કડક પાલન કરવા અનુરોધ પણ કર્યો છે. નિયમોનું ઉલંઘન કરનારા સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે તેમ પણ જણાવ્યું છે. પીઆઇ કે.ડી ગોહિલે જણાવ્યું હતું કે કોવિડ કન્ટ્રોલમાં આવી રહ્યો છે તેમાં નગરજનોની સાવચેતી પણ એટલી જ જવાબદાર છે. પોલીસને સતત શહેરીજનોએ ખુબ સહકાર આપ્યો છે.

દિવાળીના તહેવારમાં નગરજનોને ખાસ વિનંતી છે કે પોલીસના જાહેરનામાનો કડક અમલ કરવો. કેન્દ્ર સરકાર, સુપ્રિમ કોટના આદેશ અનુસાર રાજ્ય સરકારે જે માર્ગદર્શિકા બહાર પાડી છે તે મુજબ દિવાળીએ રાતે બે કલાક અને બેસતા વર્ષને વધાવવા ૩૫ મિનીટ સુધી ફટાકડામાં ફોડવાની છુટ આપવામાં આવી છે.  જાહેર રોડ રસ્તા, હોસ્પિટલ, પેટ્રોલ પંપના સો મિટરના વિસ્તારમાં પણ ફટાકડા ફોડવા નહિ. ફટાકડા સ્ટોલ ધારકોને સૂચનો આપવામાં આવ્યા છે કે ગ્રાહકો આવે ત્યારે સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું કડક પાલન કરાવવું. બજાર મોડી રાત સુધી ખુલી રહેશે, ગીર્દી ન કરજો, અલગ અલગ સમયે ખરીદી કરવા જશો. તહેવારની ઉજવણી સારી રીતે કરજો, ફટાકડા ફોડવાની સમય મર્યાદાનું પાલન કરજો. માસ્ક પહેરી સાવચેત અને સલામત રહેજો.
શહેરમાં શાંતિ સલામતિ જળવાઇ રહે તે માટે પોલીસ જવાનો હોમગાર્ડ સહિત સ્ટાફ સતત પેટ્રોલીંગ કરી રહ્યા છે. મહેરબાની કરી કોવિડને ધ્યાને રાખીને ઉજવણી કરવી. બજારોમાં પણ ખાનગી ડ્રેસમાં પોલીસ સતત વોચ રાખી રહી છે. જેથી ગુનો આચરનારા ઝડપથી નજરે ચડે છે સાથે નિયમોનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ પીઆઇ ગોહિલે જણાવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here