દિવાળીના પાવન પર્વ નિમિત્તે વેપાર – ઉદ્યોગકારો – પ્રજાજનોને હાર્દિક શુભકામના : મિલન કુવાડિયા

સમગ્ર વિશ્વ તથા ભારત દેશ કોરોના મહામારીમાંથી પસાર થઈ રહયો છે. કોરોનાની શરૂઆતથી લઈને લોકડાઉન જેવા સમયગાળામાં વેપાર–ઉદ્યોગકારો તથા પ્રજાજનોએ ખુબ જ સાથ અને સહકાર આપેલ છે. તે નોંધનીય છે. હાલના સમયમાં દેશ લગભગ પુરે પુરૃં અનલોક થઈ ગયેલ છે અને સાથો સાથ તહેવારોની મોસમ પણ ખીલી છે ત્યારે આપણે સૌએ કોરોના જેવી મહામારીને નજરઅંદાજ ન કરીએ તે પણ જોવું જરૂરી છે શંખનાદ સંચાલક અને લોકનેતા મિલન કુવાડિયા દ્ઘારા દિવાળીના પાવન પર્વ નિમિતે વેપાર–ઉદ્યોગકારો તથા પ્રજાજનોેને હાર્દિક શુભકામના તથા શરૂ થનાર નુતન વર્ષ સૌને સુખમય, આનંદમયી તથા વેપાર–ધંધામાં વૃઘ્ધિ થાય તેવી અંતઃકરણથી શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું.હાલનો કોરોનાનો સમય ખુબજ અઘરો છે.

આપણે સૌ જાણીએ છીએ હાલતો કોરોનાના કેસોની સંખ્યામાં દિન–પ્રતિદિન ઘટાડો થઈ રહયો છે અને મહદઅંશે કાબુમાં પણ આવી ગયેલ છે. પરંતુ આપણે સૌ તેને હળવાશમાં ન લઈએ અને તહેવારોમાં ખરિદી દરમ્યાન સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું, માસ્ક પહેરવું, હાથને સેનેટાઈઝ કરવા વગેરે બાબતની સાવચેતી રાખવી જરૂરી છે. વર્ષોની જુની આપણી પરંપરા રહી છે કે દિવાળીના પર્વમાં ફટાકડા ફોડી તેની ઉજવણી કરતા હોય છે અને તેમાં પણ ચાઈનીઝ ફટાકડાઓનું ચલણ ખુબ જ વધુ રહે છે. આવા ચાઈનીઝ ફટાકડાઓ પ્રદુષણમાં વધારો કરે છે અને સ્વાસ્થ્ય માટે પણ

કરોના મહામારીની અસર ઓછી થવી એ આપણા સૌ માટે સારી બાબત છે સાથે રાજય સરકારની ગાઈડલાઈનનું પાલન કરીએ અને તે અંગેની તમામ સાવચેતી રાખવી તે આપણા સૌ માટે ખુબ જ જરૂરી છે તમામને ખાસ નમ્ર અપિલ કરું છું અને સાથો સાથ આવનારા સમયમાં કોરોના મહામારીથી સૌને જલ્દીથી જલ્દી ઉજાગર કરે અને સૌનું સ્વાસ્થ્ય સારૃં રહે તેવી ઈશ્વર પાસે અંતઃકરણથી પ્રાર્થના કરૃં છું
– મિલન કુવાડિયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here