દ્વારકાધીશ મંદિર પરિસરમાં મોરારિબાપુ પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યાં હતા ત્યારે પબૂભાનો હુમલાનો પ્રયાસ, પૂનમ માડમે પબુભાને રોક્યા, કહ્યું મારા સમ છે બાપુ રહેવા દો, પબૂભાએ તુકારે બાપુને કહ્યું કે, મોરારિ બહાર નીકળ

બ્રેકીંગ ન્યુઝ ઓનધ સ્પોટ..રાત્રીના ૮..૪૫ કલાકે
શંખનાદ કાર્યાલય
જાણિતા કથાકાર મોરારી બાપુ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ પર કરવામાં આવેલા નીવેદનને પગલે આહીર સમાજમાં આક્રોશ હતો. આ દરમિયાનમાં સમાજની માગ હતી કે મોરારીબાપુ ભગવાન શ્રી કૃષ્ણની માફી માગે અને હવે પછી આવા નિવેદન નહીં કરે તેવું કહે. આ દરમિયાનમાં આજે મોરારી બાપુ દ્વારકા ખાતે મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. જોકે ત્યાં મોરારીબાપુ પર પબૂભા માણેક એવા બગડ્યા કે તેમણે તૂકારે જ કહી દીધુ કે મોરારી બહાર નીકળ, એક તબક્કે તો એટલા આવેશમાં આવી ગયા કે મારવા નો પ્રયાસ કર્યો અને તે દરમિયાન સાંસદ પૂનમ માડમ વચ્ચે પડ્યા અને તેમણે સમ આપીને મામલો થાળે પાડ્યો હતો.

કથાકાર મોરારિ બાપુએ ભગવાન કૃષ્ણ અંગે વિવાદસ્પદ નિવેદન કર્યું હતું. આથી આહીર સમાજ સહિત લોકો મોરારિબાપુ સામે રોષે ભરાયા હતા. આહીર સમાજની માંગ હતી કે મોરારિબાપુ દ્વારકામાં આવીને ભગવાન કૃષ્ણની માફી માંગે. આથી મોરારિબાપુ આજે દ્વારકાધીશના ચરણોમાં શિશ ઝુકાવવા પહોંચ્યા હતા. પરંતુ દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબૂભા માણેક દ્વારા તેમના પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જો કે, મોરારિબાપુ પર હુમલો થાય તે પૂર્વે જામનગરના સાંસદ પૂનમબેન માડમ દ્વારા મોરારિબાપુને બચાવી લેવાયા હતા.

વીડિયોમાં પુનમબેને પબૂભાને કહ્યું બાપુ મારા સમ છે રેવા દો.ત્યારે પબુભા તુકારે બાપુને કહે છે કે, મોરારિ બહાર નીકળ.અન્ય લોકો પબૂભાને રહેવા દો બાપુ કહીને બહાર લઇ જાય છે સમગ્ર મામલે વિવાદ વધુ ઘેરો બન્યો છે ત્યારે એક સાધુ એક વિશ્વાસ સાથે આગેવાનો સાથે હોઈ ને કોઈ હુમલો કરે ત્યારે જવાબદાર લોકો ની જવાબદારી વધી જતી હોય એવામાં સાંસદ પૂનમબેન દ્વારા આ બનાવ અટકાવી ને બધાનું માન સન્માન જાળવી લીધું બાકી આજે એક અઘટિક બનાવ બનેત તો બનાવના પડઘા આવનારી પેઢી સુધી પડત તે નોંધનીય બાબત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here