પૈગમ્બર સાહેબની પ્રસંશામાં મસ્જીદોને શણગારઃ રાત્રિના રંગબેરંગી રોશનીથી ઝળહળતા મુસ્લિમ વિસ્તારો


હરેશ પવાર
ઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાન અંતિમ પૈગમ્બર હઝરત મુહમ્મદ સાહેબની જન્મ જયંતિ ‘ઇદે મીલાદ’ ના સ્વરૂપે કાલે શુક્રવારે ઉજવવામાં આવનાર છે. આ પૂર્વે આજે ગુરૂવારે રાત્રે ઇદે મીલાદની રાત્રિ મનાવવામાં આવશે. ઇદે મીલાદ આ વખતે બરાબર ફરી એકવાર શુક્રવારના દીવસે આવી છે પરંતુ આ વખતે જુલૂસનું જ આયોજન ના હોઇ આ ઉત્સાહ જે તે મહોલ્લા સુધી જ સિમીત બની રહેશે. આ ઇદમાં જુલૂસનું મહત્વ અને આકર્ષણ હોય છે. પરંતુ તે આયોજન મોકૂફ રખાયું હોય ઇતિહાસમાં પ્રથમ જ વાર ઇદે મીલાદનું જુલૂસ આવતીકાલે નહીં. યોજાય તે એક નોંધનીય ઘટના બની રહેશે. આ વખતે વૈશ્વિક મહામારીના લીધે ધાર્મિક મેળાવડા, સભાઓ ઉપર તંત્ર દ્વારા પ્રતિબંધ સમગ્ર ગુજરાતમાં અમલી હોય સર્વત્ર ઇદેમીલાદ ગાઇડ લાઇન્સ મુજબ સાદાઇથી ઉજવાઇ જશે.ઇદે મીલાદના અવસરે મુસ્લિમ સમાજમાં અનેરો હર્ષ જોવા મળતો હોય છે તેમાં પણ ખાસ કરીને મુસ્લિમ પરિવારો પોતાના મકાનોને ઝળહળતા કરતા હોય છે તેમ આજેપણ રંગબેરંગી રોશની કરવામાં આવી હોય મુસ્લિમ વિસ્તારો દરરોજ રાત્રીના ઝળહળી રહયા છે. મસ્જીદ-મદ્રેસા અને દરગાહોમાં પણ શણગાર કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here