આવા ટ્રેન્ડમાં મુકવામાં આવેલા અંગત ફોટાઓનો દુરઉપયોગ થઈ શકે છે, લોકો સમજે તો સારું

સલીમ બરફવાળા
સોશિયલ મીડિયા ફેસબુકમાં ચાલતા ટ્રેન્ડીંગ ચેલેન્જ અંગે લોકોએ ચેતવવું અને સાવચેતી જરૂરી છે થોડાક દિવસોથી કપલ ચેલેન્જ, ફેમિલી ચેલેન્જ અને સોફા ચેલેન્જ સહિતની ટ્રેન્ડિંગ ચેલેન્જમાં અંગત ફોટાઓ સોશિયલ સાઈટ પર મુકવાથી સાયબર ક્રાઈમને સામે ચાલીને આમંત્રણ આપવા જેવુ છે જેથી લોકો સમજે તે જરૂરી છે રાજયમાં સાયબર ક્રાઈમમાં વધારો થઈ રહ્યો છે. બેંક ખાતામાંથી કેવાયસીના નામે રકમ ઉપાડી લેવામાં આવે છે. તો વળી, ઓટીપી મેળવી ઓનલાઈન ઠગાઈ કરવામાં આવે છે. તેવામાં ફેસબુકમાં ચાલતા ટેન્ડ્રીંગ અંગે લોકો માટે લાલબતી સમાન છે આવા ચેલેન્જમાં ફેમિલીના ફોટાઓ મુકવામાં આવી રહ્યા છે તે આગળ જતા નુકશાન કરે તેમ છે.

લોકો સામે ચાલીને ક્રાઈમના બનાવોને અંજામ આપવા આમંત્રણ આપી રહ્યા છે. આવા ચેલેન્જ ટ્રેડમાં કપલ પોતાના ફોટા અપલોડ કરે છે. તેમજ સીંગલ ચેલેન્જ, કયુટ ડોટર ચેલેન્જ, સાફા ચેલેન્જમાં લોકો પોતાના પર્સનલ ફોટાઓ અપલોડ કરતા હોય છે. આ ટ્રેન્ડનું વર્તમાન સમયમાં સોશ્યિલ મિડીયામાં જોરશોરાથી ચાલી રહ્યુ છે. આ ટ્રેન્ડમાં શેર કરેલા ફોટાનું દુરપયોગ થઈ શકે છે. જેાથી, લોકોએ સાવાધ રહેવાની જરૃર છે. લોકોએ આવા ચેલેન્જનો સ્વીકાર ન કરવો જોઈએ અને ફોટાઓ અપલોડ ન કરવા જોઈએ આવા ચેલેન્જોથી દુર રહેવા જોઈએ તે લોકોના હિતાવહમાં છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here