આવતીકાલથી સોમનાથ ખાતેથી ખેડૂત યાત્રાનો પ્રારંભ થશે, સાગર રબારીની આગેવાનીમાં ખેડૂતોના વિવિધ પ્રશ્ને સમગ્ર ગુજરાતમાં યાત્રા ફરશે
ભાવનગર જિલ્લા ખેડૂત એકતા મંચના ભરતસિંહ અને નરેશ ડાખરા દ્વારા સૌને જોડાવવા અનુરોધ
શંખનાદ કાર્યાલય
આ લખાઈ છે ત્યારે રાત્રીના ૮ કલાકે આવેલી ખેડૂત મંચની અખબાર યાદી જિલ્લા ખેડૂત મંચના મહામંત્રી નરેશ ડાખરા દ્વારા અમારી કાર્યાલય ખાતે મોકલાવેલી છે જેમાં ખેડૂત યાત્રા નીકળવાની હોવાનો ઉલ્લેખ છે આવતીકાલથી સોમનાથ ખાતેથી ગુજરાત ખેડૂત એક્તામંચના પ્રદેશ પ્રમુખ સાગરભાઈ રબારીની અધ્યક્ષમાં બાઈક યાત્રાનો પ્રારંભ થશે.
જે યાત્રા ભાવનગર જિલ્લામાં તારીખ ૪ અને બુધવારે જેસર ખાતે પ્રવેશ કરશે આ યાત્રા ખેડૂતોના વિવિધ મુદ્દે યાત્રાનું આયોજન કરાયું છે સરકાર ખેડૂતોનું તમામ દેવું માફ કરે, હાલ સરકારે જે સહાય જાહેર કરી છે.
તે મશ્કરી સમાન છે, સરકાર કપાસ અને મગફળીના ૨૦૦૦ ભાવો તાકીદે જાહેર કરે સહિતના વિવિધ ૮ મુદ્દાઓ સાથે આ યાત્રાનું આયોજન કરાયું છે ભાવનગર જિલ્લામાં આ યાત્રા બે દિવસ વિવિધ વિસ્તારોમાં ફરશે ભાવનગર જિલ્લા ખેડૂત એકતા મંચના ભરતસિંહ પોપટભા (તરેડી) તેમજ મહામંત્રી નરેશ ડાખરા દ્વારા જિલ્લાના ખેડુતોને જોડાવવા અનુરોધ કરાયો છે અને આ યાત્રા જેસર અને મહુવા ભાવનગર વિસ્તારમાં આ યાત્રા ફરશે.