સિહોરની કોવિડ હોસ્પિટલો અને સેન્ટરોમાં તંત્ર દ્વારા ફાયર સેફ્ટી તપાસ ક્યારે.?


સલીમ બરફવાળા
ભરૂચની કોવિડ હોસ્પિટલમાં થયેલ અગ્નિકાંડ જેવી અહીં રાહ અહીં જોવાઇ રહી છે.? હોસ્પિટલ કે સેન્ટરોમાં સુરક્ષામાં ખામી નિકળે તો તાત્કાલિક નોટિસ પાઠવી સૂચનાઓ આપો કોની રાહ છે, કોવિડ સેન્ટરો હોસ્પિટલોમા ફાયર સેફટીનો અભાવ સિહોરની મોટાભાગની હોસ્પિટલોમા કોવિડની સુવિધાઓ સાથે સાથે અનેક જગ્યાઓ પર કોવિંડના સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે ત્યારે કોરોના દર્દીઓનો ભરાવો શહેરમાં થઈ રહ્યો છે. ભરૂચમાં થયેલા અગ્નિકાંડ પછી સ્થાનિક તંત્ર હરકતમાં આવે તે જરૂરિ છે તાજેતરમાં ભરૂચમાં કોવિડ હોસ્પિટલોમાં લાગેલી આગમાં અનેક દર્દી ભડથું થઈ ગયાની ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું છે.

જ્યારે સિહોર શહેરમાં આવેલી નાની-મોટી હોસ્પિટલો અને અસંખ્ય ક્લિનિકો આવેલા છે જ્યાં ફાયર સેફટી કેટલી તેને લઈ સવાલો અનેક ઉભા થયા છે અગાઉ સુરત તક્ષશિલા એપાર્ટમેન્ટમાં આગ લાગવાની ઘટના બાદ સરકાર સફાળી જાગી અને ટયુશન કલાસીસ, હોસ્પિટલો, હોટલ, ફેકટરીઓ, એપાર્ટમેન્ટો સહિતના એકમોને સેફટી સિસ્ટમ લગાડીને તે અંગેનું એન.ઓ.સી.સર્ટિફિકેટ મેળવવું ફરજીયાત બનાવી દીધું હતું શરૂઆતમાં નગરપાલિકા તંત્રએ દોડધામ કરી હતી, પરંતુ પછીથી જૈસે થેની સ્થિતિ સર્જાઈ છે શહેરમાં ધમધમતી મોટાભાગની હોસ્પિટલો ક્લિનિકો પાસે ફાયર સેફટીનું એન.ઓ.સી. સર્ટિફિકેટ છે કે કેમ.? તે એક મોટો સવાલ છે તંત્ર જાગે તે જરૂરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here