માછીમારોના મસમોટું પેકેજ આપ્યું પણ અમલવારી થઈ નથી. માત્ર બધી વાતો થઈ રહી છે, પરસોત્તમભાઈ સોલંકી

પટેલ સમાજે કર્યું એની શું દશા થઈ? શું કરી લીધું? સરકારની સામે પડવું એ ખોટી વાત છે. હું ધારૂ તો એ હું પણ કરી શકુ. : પરસોતમભાઇ સોલંકી

મિલન કુવાડિયા
ગુજરાતમાં ત્રાટકેલા તૌકતે વાવાઝોડાએ રાજ્યના અનેક વિસ્તારમાં મોટું નુકસાન કર્યું છે. વડાપ્રધાન મોદીએ હવાઈ સર્વે કરી ગુજરાત રાજ્યને રૂ.1000 કરોડની મદદ કરી છે. આ મદદ સામે ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય અને રાજ્યકક્ષા મંત્રી પરષોત્તમભાઈ સોલંકીએ મોટું નિવેદન આપ્યું છે વાવાઝોડામાં અમરેલીના જાફરાબાદ સહિતના અનેક વિસ્તારમાં મોટી તારાજી થઈ છે. પરષોત્તમભાઈ  સોલંકીએ કહ્યું કે, રાજ્યની ભાજપ સરકારે માછીમારોને વધારે કંઈ આપ્યું નથી મસમોટું પેકેજ આપ્યું પણ અમલવારી થઈ નથી માત્ર બધી વાતો થઈ રહી છે.

ઝવેરભાઈ બિચારા અમારી બધી વાત માને છે પણ એ લાચાર છે આ મામલે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.પણ સરકાર કરે એ સાચું માછીમારો માટે આ પેકેજ પૂરતું નથી સરકારે એમા વધારો કરવો જોઈએ જવાહર ચાવડા અમારી બધી વાતને માને છે પણ તેઓ પણ લાચાર છે બીજી તરફ કોળી સંમેલન કરવા મુદ્દે પરષોત્તમ સોલંકીએ કહ્યું હતું કે, જો હું એવું કરવા બેસું તો આખા ગુજરાતનો કોળી સમાજ ભેગો કરૂ આ તમામની તાકાત તોડી નાંખું.

મારે એવું નથી કરવું એવું કરવાથી આ પટેલ સમાજે કર્યું એની શું દશા થઈ? શું કરી લીધું? સરકારની સામે પડવું એ ખોટી વાત છે હું ધારૂ તો એ હું પણ કરી શકુ પણ એનો કોઈ મતલબ નથી. સરકારની સામે થવું એ ખોટું છે. એમનો ઈશારો આવું કહીને પટેલ સમાજ તરફનો રહ્યો છે. જોકે, નરેશ પટેલના નિવેદન બાદ જુદા જુદા સમાજમાંથી મુખ્યમંત્રી તરીકે પોતાના સમાજના આગેવાન હોય એવી ઘણી વાત સામે આવી હતી.હવે કોળી સમાજને લઈને આ વાત ચર્ચામાં છે. જેમ જેમ ચૂંટણીનો માહોલ જામતો જાય છે.

એમ જુદા જુદા પદાધિકારીઓના નિવેદન સામે આવતા જાય છે. રાજ્યના રાજકારણમાં અનેક એવા મોરચે મોટી ઊથલપાથલ જોવા મળે છે. ભૂકંપ વખતે કેશુબાપાની અને પાટીદાર અનામત આંદોલન વખતે આનંદીબેન પટેલની ખુરશી ગઈ હતી. એવામાં આ પ્રકારના નિવેદન અનેક પાસાએથી રાજકીય સ્પર્શ આપી જાય છે. અલગ અલગ દ્રષ્ટિકોણથી રાજ્યમાં રાજકીય ચહલપહલ વધી રહી છે. ખાસ કરીને મોટા પદાધિકારીઓના નિવેદન બાદ અનેક મુદ્દે ચર્ચાઓ શરૂ થઈ છે. .

પાટીદારો બાદ આવતીકાલે કોળી સમાજના આગેવાનોની ભાવનગરમાં બેઠક :ભાજપ-કોંગ્રેસના નેતાઓ રહેશે હાજર

રાજ્યભરના કોળી સમાજની બેઠક સંગઠન મજબૂત બનાવવા ઉદેશથી મળતી હોવાનો દાવો

વિધાનસભાની ચૂંટણીને હજુ 16થી વધુ મહિના જેટલો સમય બાકી છે છતાં રાજકારણ ગરમાઈ રહ્યું છે. રાજ્યમાં આમ આદમી પાર્ટી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે અને AAP ગુજરાતમાં ભાજપનો વિકલ્પ બનવા માંગે છે ત્યાં છેલ્લા એક મહિનાથી ભાજપમાં પણ હિલચાલ વધી ગઈ છે ત્યાં સામે પક્ષે ગુજરાતના જુદા જુદા સમાજો એક થઈ રહ્યા છે.
થોડા દિવસ પહેલા જ પાટીદાર સમાજ દ્વારા ખોડલધામમાં મોટી બેઠક કરવામાં આવી હતી. આ બેઠક પહેલા CMને લઈને કરવામાં આવેલાં નિવેદનોના કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું.

રાજ્યમાં જુદા જુદા નેતાઓ દ્વારા છેલ્લા થોડા જ દિવસમાં ‘અમારો મુખ્યમંત્રી’ બનાવવા માટે માંગ કરવામાં આવી છે ત્યારે આવતીકાલે ભાવનગરમાં કોળી સમાજની બેઠક થવા જઈ રહી છે.ભાવનગરમાં રાજ્યભરના કોળી સમાજની બેઠક બોલાવવામાં આવી છે. 24મી જૂને જુદા જુદા અગ્રણીઓની હાજરીમાં બેઠક કરવામાં આવશે. વીર માંધાતા ગ્રુપ દ્વારા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કોંગ્રેસ અને ભાજપ સાથે જોડાયેલા આગેવાનો હાજરી આપવાના છે. નોંધનીય છે કે બેઠકમાં કોળી સમાજના સંગઠનને મજબૂત કરવા અંગેના નિર્ણય લેવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here