“FIT INDIA HIT INDIA” મિશનમાં પ્રેરણારૂપ બનતા સોનગઢ રત્નાશ્રમ ના વિદ્યાર્થીઓ
હરેશ પવાર
સિહોર તાલુકાના નું ગામ સોનગઢ એટલે શિક્ષણ નું ધામ ૯૭ વર્ષ જૂનું શિક્ષણ સંકુલ જ્યાં ૫૦૦ થી વધારે બાળકો અભ્યાસ કરે છે , શિક્ષણ સાથે સાથે સંસ્કરણ અને ઘડતર સાથેનું માનવ બનાવાનું કાર્ય કરતી આ સંસ્થા સૌવને આજના સમય માં પ્રેરણારૂપ છે , આજના યુગ માં આશ્રમ રૂપી કાર્યરત આવી જૂજ સંસ્થા જોવા મળે છે, ત્યાંના બાળકો દેશ હિત ના કાર્ય માટે સ્વચ્છતા, પાણી વીજળી બચાવ, ફિટ ઈંડિયા હિટ ઈંડિયા , આઇટી વગેરે પ્રવૃત્તિ માં પ્રેરણારૂપ છે એટલે જ તેને સોનગઢ રત્નાશ્રમ કહેવામાં આવે છે