ધાનાણીના આકરા પ્રહાર, કહ્યું કોંગ્રેસ પક્ષનો લોકશાહી બચાવવાનો સંકલ્પ, અહીં જનમતને કચડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, સતત સત્તાના કારણે સત્તામાં બેઠેલા ભાન ભૂલ્યા, ગઢડા વિસ્તારની પ્રજા ભગવાન ભરોસે

મિલન કુવાડિયા
ગઢડા ખાતે આજે સૌરાષ્ટ્રના કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો તેમજ કોંગ્રેસના અગ્રણી પરેશ ધાનાણી અર્જુન મોઢવાડિયા હાર્દિક પટેલ સહિતના આગેવાનો આજે ગઢડા પહોંચ્યા હતા સત્તા પક્ષની ટોડ જોડની નીતિ ઉપર આકરા પ્રહારો કર્યા હતા,તેમજ ગઢડા ના ધારાસભ્ય પ્રવિણ મારુંએ રાજીનામું આપ્યું છે, તેને લઈને ગઢડાના લોકોના પ્રશ્નો બાબતે ચિંતા વ્યકત કરી હતી. હાલ જ્યારે રાજ્યસભાની ચૂંટણી માહોલ જામ્યો છે આવા સંજોગોમાં કોંગ્રેસના એક પછી એક ધારાસભ્ય રાજીનામા આપી રહ્યા છે, આવા સંજોગોમાં બોટાદ જિલ્લાના ગઢડા બેઠકના ધારાસભ્ય પ્રવીણ મારુએ પણ બે મહિના પહેલા રાજીનામું આપી લીધું છે, જોકે રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજકોટમાં રિસોર્ટમાં રાખવામાં આવેલા કોંગ્રેસના ધારાસભ્યો તેમજ કોંગ્રેસના અગ્રણીઓ પરેશ ધાનાણી અર્જુન મોઢવાડિયા હાર્દિક પટેલ અમરીશ ડેર સહિતના કોંગ્રેસ અગ્રણીઓ આજે ગઢડા હાલ પહોંચ્યા હતા જ્યાં એક ફાર્મ હાઉસ ખાતે બેઠક યોજી હતી.

જો કે તેમના આગમન ના સમાચાર ને લઈને પોલીસનો મસમોટો કાફલો પણ ત્યાં ગોઠવી દેવામાં આવ્યો હતો. ગઢડા પહોંચેલા કોંગી અગ્રણી અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી મીડિયાને જણાવ્યું હતું કે હાલ વૈશ્વિક મહામારી કોરોના કહેર વચ્ચે છેલ્લા 75 દિવસથી પ્રતિનિધિ વિહોણા ગઢડા બેઠકના તમામ મતદારો કે જેમના કોંગ્રેસને મત આપી આ બેઠક ઉપર વિજેતા કર્યા હતા ત્યારે કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય પ્રવીણભાઈ મારું સત્તાપક્ષ દ્વારા પાવર,પોઝિશન કે પૈસાના ત્રાજવે ટોળી અને વિસ્તારના લોકોને ભગવાનાં ભરોસે મૂકી દેવામાં આવ્યા હતા અને આ વિસ્તારના લોકોને અનેક મુશ્કેલીઓ સહન કરવી પડી ત્યારે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા તેમની સમસ્યા સાંભળવા, તેમનું દુઃખ વહેંચવા કોંગ્રેસ વિધાનસભાનું પ્રતિનિધિ મંડળ ગઢડા આવ્યું છે, ત્યારે આવતા દિવસોમાં જનતા સત્તાપક્ષને એનો જવાબ આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here