બધા પક્ષો પેટાચૂંટણીમાં પ્રચાર કરવાની મથામણમાં, જાહેરસભા-રેલી નહીં પણ વર્ચ્યુઅલ સભાથી મતદારોને રિઝવશે, ચૂંટણીનો માહોલ જામશે નહીં

સલીમ બરફવાળા
આગામી દિવસોમાં ગઢડા સહિતની રાજ્યમાં આઠ બેઠકો પર પેટાચૂંટણી યોજાનારી છે જેના પગલે અત્યારથી ભાજપ-કોંગ્રેસે તૈયારી કરી છે.જોકે, ભાજપ-કોંગ્રેસના નેતાઓને અત્યારથી એ વાતની ચિંતા પેઠી છેકે, કોરોનાની મહામારી વચ્ચે પ્રચાર કેવી રીતે કરવો .લોકોમાં ય કોરોનોનો ખોફ છે ત્યારે મતદારો વચ્ચે જઇને પ્રચાર કરવો એ પણ ભાજપ-કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષો માટે પડકારરૂપ બની રહેશે. આ દરમિયાન, ભાજપ-કોંગ્રેસે સોશિયલ મિડીયાના માધ્યમથી વધુને વધુ મતદારો સુધી પહોંચવા પહોંચવા તૈયારીઓ કરી છે.

ગુજરાતમાં આઠ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાનારી છે.હજુ કેન્દ્રીય ચૂંટણીપંચે ચૂંટણીની તારીખો સત્તાવાર રીતે જાહેર કરી નથી પણ ભાજપ-કોંગ્રેસે ચૂંટણીની તૈયારીઓ કરી લીધી છે. આ બધુય આ વખતે શક્ય જ નથી કેમ કે,કોરોનાના  પગલે જાહેરસભા કે રેલી યોજી શકાશે નહીં. ખુદ ભાજપ-કોંગ્રેસના નેતાએ જ કહી રહ્યાં છે કે, આ વખતે પેટાચૂંટણીનો માહોલ જ જામશે નહીં.

લોકોમાં કોરોનાનો એટલો ખોફ છે કે,હજુ બજારોમાં લોકોની ઝાઝી અવરજવર રહી નથી. સૂત્રોના મતે,ભાજપ-કોંગ્રેસે ફેસબુક, વોટ્સએપ અને ટ્વિટર સહિત સોશિયલ મિડીયાના માધ્યમથી વધુને વધુ લોકો સુધી પહોંચવા  રણનીતિ ઘડી કાઢી છે.આ ઉપરાંત જાહેરસભાને બદલે વર્ચ્યુઅલ સભા યોજવા પણ આયોજન કરાયું છે. એક સૃથળે સોશિયલ ડિસટન્સ રાખીને વર્ચ્યુઅલ સભા યોજવામાં આવશે.ભાજપ-કોંગ્રેસના  પ્રદેશ નેતા-સૃથાનિક  આગેવાનોએ કોરોનાની સમજ આપવાના બહાને મતદારો સાથે મુલાકાત કરવાના બહાને માસ્ક-સેનેટાઇઝરનું વિતરણ કરવા પણ યોજના ઘડી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here