બેઠકમાં નિયમના ધજાગરા, મંત્રી કુવરજી બાવળિયાની બેઠકમાં સામાજિક અંતરનો ભંગ, પેટાચૂંટણી મુદ્દે આગેવાનોની મળી હતી બેઠક

શંખનાદ કાર્યાલય
ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણીની તૈયારીના ભાગ રૂપે ખોપાળા ગામે વિધાનસભા બેઠક ના ઈન્ચાર્જ કુંવરજી બાવળીયા અને સંભવિત ઉમેદવાર આત્મારામ પરમાર ની હાજરીમાં ભાજપના કોળી સમાજના આગેવાનોની બેઠક યોજાઈ હતી જેમા સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતા. કોરોનાની મહામારી વચ્ચે યોજાઈ મીટીંગ મા સોશિયલ ડિસટીગ નો અભાવ જોવા મળ્યો હતો  રાજયમાં ૮ ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે ત્યારે આ આઠેય બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે જેથી ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષો દ્વારા ચુંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે બોટાદ જિલ્લાના ગઢડા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય પ્રવીણ મારુએ રાજીનામું આપી દીધું જેના કારણે ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે.

ભાજપ દ્વારા ચુંટણીની તૈયારીઓ શરૂ કરી છે જેના ભાગરૂપે ગઢડા વિધાનસભા બેઠક પર આવતા ગઢડા, ઉમરાળા, વલ્લભીપુર વિસ્તારના ભાજપના કોળી સમાજના આગેવાનોની મીટીંગ ગઢડા બેઠકના ઈન્ચાર્જ કુંવરજી બાવળીયા અને આ બેઠક ના ભાજપના સંભવિત ઉમેદવાર આત્મારામ પરમારની હાજરીમાં બેઠક યોજાઈ હતી જે બેઠકમાં સોશિયલ ડિસ્ટન્સિંગનોઅભાવ જોવા મળ્યો હતો જયારે કોળી સમાજના આગેવાનો દ્વારા સમાજને થઈ રહેલ અન્યાય ના મામલે કુંવરજી બાવળીયાને રજુઆત કરવામાં આવી હતી.

જયારે જિલ્લા ભાજપ મહામંત્રી છનાભાઈ કેરાળીયા દ્વારા તેને જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશ ગોઘાણી દ્વારા કરાઈ રહેલ અન્યાય ના મામલે જોરદાર રજુઆત કરી હતી આ બાબતે જિલ્લા ભાજપ મહામંત્રી છનાભાઈ એ મીડિયાને જણાવ્યું હતું કે જો આ બાબતે યોગ્ય કરવામા નહી આવે તો જે ઉમેદવાર આવે છે તેને માઠુ પરીણામ ભોગવવુ પડે છે જયારે જિલ્લા ભાજપ મહામંત્રી ના વિવાદ મામલે કુંવરજી બાવળીયા ને પુછતા તેઓએ જણાવેલ કે કોઈ વિવાદ નથી તેમ કહી વાતને ટાળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here