દિવાળી પહેલા ગઢડા વિસ્તારના મતદારોએ ભાજપને મોટી ગિફ્ટ આપી, ભાજપ નો ગઢ પાછો મળ્યો : ૨૧ હજાર કરતાં વધારે મતથી વિજય

gadhada
સલીમ બરફવાળા
ગઢડા ઉમરાળા વિધાનસભા અનામત બેઠક ઉપર યોજાયેલી મત ગણતરી બાદ કાયમ અવઢવમાં રહેતી આ બેઠક માટે નો‌ જનાદેશ પરિણામ બાદ સ્પષ્ટ થતા ભાજપ ગત ચૂંટણી દરમિયાન ગુમાવેલો ગઢ પાછો મેળવવા માં સફળ રહેતા ભાજપ છાવણીમાં ખુશી નો માહોલ સર્જાયો હતો. આ મત ગણતરી ની શરૂઆત થી જ ભાજપ ના આત્મારામ પરમાર ની લીડ ક્રમબદ્ધ આગળ નિકળતી જોવા મળી હતી. જેની સામે કોંગ્રેસના ઉમેદવાર મોહનભાઈ સોલંકી લીડ નહી કાપી શકતા ગઢડા ની બેઠક ઉપર ૨૧ હજાર ઉપરાંત મતો થી ભાજપ ના આત્મારામ પરમાર વિજયી બન્યા હતા.

આ ચૂંટણી દરમિયાન કાયમ ગઢડા શહેરમાં ઓછા મત મેળવતા ભાજપ ને શહેરમાંથી પણ પ્રથમવાર સારી લીડ મળતા મતદારો એ પુનઃ ભાજપ ને સ્વિકારી જનાદેશ આપ્યો હતો. મતગણતરીની શરૂઆતથી જ ભાજપના ઉમેદવારે સરસાઇ મેળવી હતી અને છઠ્ઠા રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર મોહનભાઈ સોલંકી એ હાર સ્વીકારી મતદાન કેન્દ્ર છોડી દીધું હતું અને ભાજપના ઉમેદવાર આત્મારામભાઇ પરમાર ને શુભેચ્છા પાઠવી હતી. પરિણામમાં કોંગ્રેસની તમામ મોરચે હાર થઈ છે ભાજપની ભવ્ય જીત થઈ છે. દિવાળી પહેલા મતદારોએ ભાજપને મોટી ગિફ્ટ આપી છે. ભાજપની કાર્યાલ્યોમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here