વલ્લભીપુરમાં આપ દ્વારા ચૂંટણી લડવાની તૈયારી અંગે આવતીકાલે સમીક્ષા બેઠક : પ્રદેશ નેતૃત્વ ઉપસ્થિત રહેશે

શંખનાદ કાર્યાલય
ગઢડા ઉમરાળા વિસ્તાર સહિત રાજ્યની ૮ બેઠકો પર પેટા ચૂંટણી માટેના ડંકા વાગી ચુક્યા છે ત્યારે હવે આમ આદમી પાર્ટી સક્રિય થઈ છે અને પેટા ચૂંટણીઓમાં ઝંપલાવવા માટેની ભાજપ કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી દ્વારા પણ આરંભી દેવાઈ છે પ્રવીણ મારૂના રાજીનામાં બાદ ગઢડા ઉમરાળા વિસ્તારમાં પેટા ચુંટણી યોજાનાર હોય અને પેટા ચુંટણીના પડઘમ પણ વાગી ચુક્યા છે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીથી લઈને ચુંટણીની તૈયારીઓ શરુ કરી છે તો હવે આમ આદમી પાર્ટી પણ મેદાને આવવા તૈયારી કરી રહ્યું છે.

પેટા ચુંટણી લડવાની તૈયારી અંગેની આવતીકાલે વલ્લભીપુરમાં સમીક્ષા યોજાશે જેથી પેટા ચુંટણીનો જંગ ત્રીપાંખિયો જોવા મળે તો નવી નહિ. આમ આદમી પાર્ટી ભાવનગર જીલ્લામાં સક્રિય થઇ રહી છે ત્યારે ગઢડા ઉમરાળા વિધાનસભાની ખાલી પડેલ બેઠક પર પેટા ચુંટણી યોજાવવાની છે જેને ધ્યાને લઈને આવતીકાલે આમ આદમી પાર્ટીની વલ્લભીપુર ખાતે સમીક્ષા બેઠક યોજાવવા જઇ રહી છે ત્યારે પેટા ચુંટણી લડવાની તૈયારીને લઈને સમીક્ષા કરવામાં આવશે આમ આદમી પાર્ટી ચુંટણીમાં ઝંપલાવે તો ત્રીપાંખિયો જંગ જામી સકે છે જોકે ગઢડા ઉમરાળામાં ત્રીજો મોરચો કેટલો સફળ રહે છે તે જોવું રસપ્રદ બની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here