ચૂંટણી લડવી કે નહિ ૧૦મી એ આમ આદમી પાર્ટીની વલ્લભીપુરમાં સમીક્ષા બેઠક, ચૂંટણીનો ધમધમાટ

દેવરાજ બુધેલીયા
ગઢડા પેટાચૂંટણી જીતવા કોંગ્રેસે ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દીધી છે. પેટાચૂંટણીના મેદાને ઉતારવા મુરતિયાઓને પસંદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસના નિરીક્ષકોએ જે તે બેઠકમાં જઇને સ્થાનિક આગેવાનો સાથે બેઠકોનો દોર શરૂ કર્યો છે. અને સ્થાનીક અને જિલ્લા કોંગ્રેસ આગેવાનોએ બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો છે કાર્યકરો સાથે બેઠકો લીધી છે જ્યારે આમ આદમી પાર્ટીની પણ સમીક્ષા બેઠક આવતી ૧૦મી એ વલ્લભીપુર સર્કિટ હાઉસ ખાતે મળનારી છે આમ આદમી પાર્ટીને ગઢડા બેઠક પરથી ચૂંટણી લડવી કે નહીં.

તે અનુસંધાનમાં મળનારી બેઠકમાં પ્રદેશ કક્ષાના નેતાઓ હાજરી આપશે તેમજ કોંગ્રેસ દ્વારા પણ ઉમરાળા વલ્લભીપુર વિસ્તારોમાં બેઠકો શરૂ કરી છે સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજીને સ્થાનિક રાજકીય પરિસ્થિતીનો તોગ મેળવી રહ્યાં છે. કોંગ્રેસે આ વખતે સ્થાનિક ઉમેદવારને પ્રાધાન્ય આપવા નક્કી કર્યુ છે. સ્થાનિક કક્ષાએ લોકોની વચ્ચે રહીને કામ કરતાં કાર્યકરની પહેલી પસંદગી કરાશે. આ વખતે પક્ષપલટુ દાવેદારની બાદબાકી કરાશે.

યુથ કોંગ્રેસે પણ પેટાચૂંટણીમાં યુવા ઉમેદવારોને ટિકીટ આપવા પ્રદેશ નેતાગીરી સમક્ષ માંગ કરી છે. પ્રદેશના નેતાઓ મહિલા કોંગ્રેસ,યુથ કોંગ્રેસ સહિતની અન્ય પાંખ સાથે પણ ચર્ચા વિચારણા કરશે.આમ, કોંગ્રેસે પેટાચૂંટણીને લઇને તૈયારીઓ શરૂ કરી દીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here