પક્ષપલ્ટુના વાંકે આવી છે ચૂંટણી, ખર્ચ પ્રજાએ ભોગવવાનો, કોરોના મહામારી વચ્ચે હવે રાજકીય માથાકૂટો શરૂ થશે, નેતાઓએ પ્રચાર કઈ રીતે, ક્યા મુદ્દે કરવો તે અંગે અવઢવ

મિલન કુવાડિયા
ગઢડા ઉમરાળા ૧૦૬ વિધાનસભા સીટ સહીત ૫ બેઠકો પર પેટા ચૂંટણી યોજવવાનો ધમ-ધમાટ શરૂ થયો છે જનમતની વિરૂધ્ધ જઈને સૌરાષ્ટ્ર કચ્છના કોંગ્રેસના પાંચ  ધારાસભ્યોએ પ્રજા અને પક્ષને દગો દઈને રાજીનામા ધરી દેતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ  સપ્ટેમ્બરમાં છ માસની મુદતમાં પાંચ ધારાસભા બેઠકોની પેટાચૂંટણી તોળાઈ રહી છે જે માટે રાજકીય તૈયારીઓ શરૂ થઈ રહ્યાનું જાણવા મળે છે.

સૂત્રો અનુસાર બોટાદના ગઢડા ઉમરાળા સીટ સહિત મોરબી, લીંબડી, ધારી ,અને કચ્છમાં અબડાસા એમ પાંચ બેઠકની પેટાચૂંટણી સપ્ટેમ્બર સુધીમાં એટલે કે છ માસમાં યોજવાનો નિયમ છે.  હવે જો મહાપાલિકાની ચૂંટણી પણ નિયત સમયે યોજાનાર હોય તો આ ચૂંટણી પણ પાછી ઠેલાય તેવી શક્યતા જણાતી નથી.  પરંતુ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કરતા ધારાસભાની પેટા ચૂંટણી બે માસ વહેલી આવે તેવી શક્યતા છે, એટલે કે માત્ર બે માસનો સમય નેતાઓ પાસે છે ત્યારે પ્રચાર ક્યા મુદ્દા પર કરવો, અને કોરોના મહામારીનો વિસ્ફોટ થયો છે, કેસો અગાઉ કરતા અનેકગણા વધી ગયા છે ત્યારે કઈ રીતે પ્રચાર કરવો તે અંગે ભારે અવઢવ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here