કમોસમી ચૂંટણીમાં અડધોઅડધ મતદારો મત દેવા ન ગયા, હવે જે જીતશે તેમાં કોઈને કૂલ મતદારોમાં બહુમતિના મત નહીં હોય, પક્ષપલ્ટાનો મુદ્દો ગાજ્યો, મતદાન ઘટયું

મિલન કુવાડિયા
પક્ષપલ્ટાના પરિણામરૂપ ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ  બેઠકો પૈકી ગઢડા બેઠકની કટાણે આવી ચડેલી કમોસમી પેટાચૂંટણીનું ગઈકાલે મતદાન યોજાયું હતું. નેતાઓ અને કાર્યકરોના ધાડાં પ્રચારમાં ઉતર્યા છતાં લોકોમાં નેતાઓ પ્રતિ ઉત્સાહનો સંચાર કરી શક્યા ન્હોતા સરેરાશ માંડ ૫૦ ટકા આસપાસ મતદાન થયું છે ખાસ કરીને મોટા દિગગજ નેતાઓની સભામાં પણ પાંખી હાજરી રહેતી હતી. ઈંધણના ભાવ નહીં ઘટતા, બેરોજગારી દૂર નહીં થતા, ખેડૂતોના પ્રશ્નો હલ નહીં થતા,મોંઘવારી-મંદી દૂર નહીં થતા નારાજગી વ્યક્ત થતી હતી. ચૂંટણી તો પાંચ વર્ષે આવે છે.

પરંતુ, ભાજપની રાજ્યસભામાં એક સીટ વધે તે માટે પક્ષપલ્ટાનો દોર માર્ચથી જૂન દરમિયાન ચાલ્યો તેના કારણે લોકો ઉપર લોકોના ખર્ચે ફરી અને તે પણ મંદી, મહામારી અને મોંઘવારીના કાળમાં ચૂંટણી આવી પડી હતી. લોકોની સમસ્યાઓ ઉકેલવાને બદલે નેતાઓની નૌટંકી,કોરોના સંક્રમણની ભીતિના કારણે મતદાનમાં મોટો ઘટાડો થયાનું તારણ નીકળે છે. નેતાઓથી નિરાશ લોકોએ મતદાનમાં ઉત્સાહ દાખવ્યો નથી અને અનેક પ્રયાસો તથા ચૂંટણી તંત્ર દ્વારા સંક્રમણ ન પ્રસરે તે માટે પર્યાપ્ત કાળજી,વ્યવસ્થા છતાં અડધોઅડધ મતદારો મતદાનથી દૂર રહ્યા છે. હવે સપ્તાહ પછી જ્યારે પરિણામ જાહેર થશે ત્યારે જે પણ ઉમેદવાર જીતે, તેને કૂલ મતોની સાપેક્ષે સાદી બહુમતિ પણ નહીં મળે, અર્થાત્ કૂલ મતદારોના પચીસ-ત્રીસ ટકા મતે જ કહેવાતો વિજય મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here